VIDEO: 7 વર્ષની બાળકીને મોતના મુખમાંથી ખેંચી લાવ્યો જાંબાઝ યુવક! દમણ બીચ પર લાઇફ ગાર્ડની સમયસૂચકતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Beach Girl Rescue: કેન્દ્રશાસિત પ્રદેશ દમણના નાની દમણ બીચ પર એક મોટો અકસ્માત ટળ્યો છે. દરિયાના જોરદાર મોજાંમાં તણાઈ રહેલી વાપીની 7 વર્ષની બાળકીને એક લાઇફગાર્ડે પોતાની સમયસૂચકતા અને બહાદુરીથી ઉગારી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેના પગલે લાઇફગાર્ડની કામગીરીના ચોમેર વખાણ થઈ રહ્યા છે.
બાળકીને ડૂબતી જોઈને પરિવારે બૂમાબૂમ કરી હતી
મળતી માહિતી મુજબ, શનિવારે (29મી ઓગસ્ટ) સાંજે વાપીથી એક પરિવાર દમણ બીચ પર ફરવા આવ્યો હતો. પરિવારના સભ્યો બીચ પર હતા ત્યારે તેમની 7 વર્ષની બાળકી કિનારે રમતાં રમતાં અચાનક દરિયાના જોરદાર મોજાંની ઝપેટમાં આવી ગઈ હતી અને ઊંડા પાણીમાં ખેંચાવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી.
દરમિયાન બીચ પર ફરજ પર તૈનાત લાઇફગાર્ડ સુજલ માંગેલાની નજર ડૂબી રહેલી બાળકી પર પડી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, સુજલે પોતાની જાનના જોખમે ઉછળતા મોજાં વચ્ચે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. તેણે કડી મહેનત બાદ બાળકીને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢીને પરિવારને સોંપી હતી. દેવદૂત બનીને બાળકીનો જીવ બચાવનાર લાઇફગાર્ડ સુજલ માંગેલાની આ જાંબાઝીની સ્થાનિકો અને પ્રવાસીઓ મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.




