સેલવાસ મેડિકલ કોલેજમાં MBBSની 23 નવી બેઠકો મંજૂર, હવે 200 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Silvassa Namo Medical College MBBS Seats Increased: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસની નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં MBBSની પ્રવેશ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઈન્સ્ટીટ્યુટની બેઠકો શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 177થી વધારી 200 કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
સેલવાસ મેડિકલ કોલેજમાં MBBSની 23 નવી બેઠકો મંજૂર
દાદરા અને નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી સરકારી મેડિકલ કોલેજ નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં હવે તબીબી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવાનારા હકારાત્મક અભિગમને કારણે MBBS અભ્યાસક્રમ માટે બેઠકોમાં સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સેલવાસની નમો મેડિકલ કોલેજની બેઠકોમાં વધારો કરાયો છે.
હવે 200 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે
જેમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની 27 બેઠકો, દાદરા અને નગર હવેલીના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, એનઆરઆઈ માટે 22 બેઠકો, મેનેજમેન્ટ ક્વોટા માટે 15 બેઠકો, સ્પેશ્યિલ કેટેગરી માટે 3 બેઠકો મળી 177 બેઠકો હતી. જેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 23 નવી બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. હવે MBBS અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓનું સંખ્યાબળ 200 પહોંચશે, જે વર્ષ 2026-27થી લાગુ પડશે.




