Diu-Daman

દમણમાં દારૂના નશામાં યુવાન પાણીની ટાંકી પર ચડી જતા ભારે અફરાતફરી : લશ્કરોએ ધમાલ કરતા યુવાને ઉતાર્યો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
દમણના પરકોટા શેરી નજીક પાણીની ટાંકી પર ગઈકાલે સાંજે અનિલ ચૌહાણ નામનો યુવાન દારૂના નશામાં ચડી ગયો હતો. મિત્ર સાથે ઝઘડા બાદ તેણે બિહારવાસીઓને ગાળો ભાંડી ટાંકીની રેલિંગ પર લટકી હંગામો મચાવ્યો હતો. ફાયર અને પોલીસે સફળ રેસ્ક્યુ કરી તેને નીચે ઉતાર્યો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણમાં દારૂના નશામાં યુવાન પાણીની ટાંકી પર ચડી જતા ભારે અફરાતફરી : લશ્કરોએ ધમાલ કરતા યુવાને ઉતાર્યો

Daman water tank incident: દમણના પરકોટા શેરી નજીક દરિયા કિનારે આવેલી પાણીની ટાંકી પર ગઇકાલે ગુરુવારે સાંજે યુવાન દારૂના ભારે નશામાં ચડી જતાં ચકચાર મચી ગઈ હતી. ટાંકીની રેલિંગ પર લટકીને તેણે ગાળાગાળી કરી ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


બોલાચાલી બાદ તમાચો માર્યો

દરિયા કિનારે મિત્રો સાથે ફરતી વખતે તેના મિત્રએ માતા અંગે અપશબ્દ બોલતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવાનને મિત્રએ તમાચો ચોડી દીધો હતો. ત્યારબાદ તે યુવાન પાણીની ટાંકી પર ચડી ગયો હતો અને બિહારવાસીઓને લક્ષ્ય બનાવીને જાહેરમાં ગાળો આપવા લાગ્યો હતો.


ટાંકી પર લટકીને મચાવી ધમાલ


યુવાન પાણીની ટાંકીની ઊંચી રેલિંગ પર જોખમી રીતે લટકીને હંગામો કરી રહ્યો હતો. તેને આ રીતે જોખમી સ્થિતિમાં જોઈને સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. યુવાન કોઈ અપ્રિય કે ખોટું પગલું ભરી લેશે તેવા ડરથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.


ફાયર અને પોલીસનું સફળ રેસ્ક્યુ


બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયરના લશ્કરોએ યુવાન કોઈ ખોટું પગલું ન ભરે તે માટે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ટીમની ભારે સમજાવટ બાદ નશામાં ધૂત યુવાનને સલામત રીતે ટાંકી પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.


પોલીસે હાથ ધરી કાર્યવાહી


નશામાં ધૂત યુવાનને ટાંકી પરથી સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ પોલીસે તેની તાત્કાલિક અટકાયત કરી હતી. પુછપરછમાં તેની ઓળખ દમણના દલવાડા ગામે રહેતા અનિલ ચૌહાણ તરીકે થઇ હતી. જાહેર સ્થળે હંગામો કરવા અને શાંતિનો ભંગ કરવા બદલ પોલીસ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ ગઈ હતી.