Diu-Daman

દમણમાં મુંબઈના મરીન ડ્રાઈવની તર્જ પર ઈ-વિક્ટોરીયા સેવા શરૂ કરાઈ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
દમણ પ્રશાસને પ્રવાસીઓ માટે ઈ-વિક્ટોરિયા (બગી) સેવાનો પ્રારંભ કર્યો છે. મુંબઈના મરીન ડ્રાઈવની જેમ, આ સેવા દમણના પર્યટનને નવો વેગ આપશે. સાંજે અને રાત્રે દરિયાકિનારાનો સુંદર નજારો માણવા માટે 4-5 વ્યક્તિઓ આ બગીમાં બેસી શકશે. નાઈટ માર્કેટથી શરૂ થતી આ સેવાના 3 રૂટ માટે ભાડું 300 થી 1000 રૂપિયા નક્કી કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણમાં મુંબઈના મરીન ડ્રાઈવની તર્જ પર ઈ-વિક્ટોરીયા સેવા શરૂ કરાઈ

Daman News : દમણમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને એક યાદગાર અને નવો બીચ અનુભવ પુરો પાડવા પ્રશાસન દ્વારા ઈ-વિકટોરીયા (બગી) સેવાનો પ્રારંભ કરાયો છે. મુંબઈના પ્રખ્યાત મરીન ડ્રાઈવના તર્જ પર આધારિત આ સેવા શરૂ થવાથી દમણના પ્રવાસન ક્ષેત્રને એક નવો ઉત્સાહ મળ્યો છે. સાંજના અને રાત્રિના આહ્લાદક સમયમાં દરિયાકિનારાનોસુંદર દ્રશ્યનો પ્રવાસીઓએ આરામદાયક આનંદ માણી શકશે. પ્રશાસન દ્વારા વિવિધ ત્રણ રૂટો માટે ભાડુપણ નક્કી કર્યું છે. આ ઈ-વિકટોરીયા બગીમાં એક જ સમયમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા કરાઈ છે.
પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણમાં વાર-તહેવાર, વિક એન્ડ અને વેકેશન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો રહે છે. પ્રશાસન દ્વારાદમણનો પર્યટન ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે દિશામાં સમયાંતરે પર્યટકોમાં આકર્ષણ રહે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરી છે. પ્રશાસને પર્યટન ક્ષેત્રને વધુ વેગ આપવાના આશયથી મુંબઈના મરીન ડ્રાઈવન તર્જ પર ઈ-વિકટોરીયા (બગી) સેવાનો પ્રારંભ કર્યો છે. જેને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજયોના પર્યટકોમાં આ ઈ-વિકટોરીયા આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રશાસન દ્વારા ઈ-વિક્ટોરીયામાં એક જ સમયે ચારથી પાંચ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ઈ-વિકટોરીયા સેવા ખાસ કરીને સાંજથી લઈને રાત સુધી કાર્યરત રહેશે. પ્રવાસીઓ દમણના પ્રખ્યાત નાઈટ માર્કેટથી આ બગીમાં બેસીને મુસાફરીનો પ્રારંભ કરી શકશે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતો બ્રીજ અને નમો પથ પ્રવાસીઓ માટે મુલાકાતનું મુખ્ય કેન્દ્ર બની રહશે. પ્રશાસન દ્વારા વિવિધરૂટ અને ભાડુ પણ નક્કી કરાયું છે. જેમાં નાઈટ માર્કેટથી સ્મશાનભૂમિ સુધી રૂ.300, નાઈટમાર્કેટથી દેવકાબીચ રૂ.800 અને નાઈટ માર્કેટથી નમો પથ સુધી રૂ.1000 વસુલાશે. ઈ-વિકટોરીયા સેવા શરૂ થવાથી દમણમાં આવતા પર્યટકોને મુસાફરી માટે પરિવહનનો એક પર્યાવરણ અનુકૂળ, નવો અને મનોરંજકવિકલ્પ મળ્યો છે. તેનાથી સાંજે અને રાત્રિના સમયે બીચ ટુરિઝમને મોટો વેગ મળશે. સાથે સ્થાનિક રોજગારી તથા વેપાર-ધંધાને પણ લાભ થશે.