Diu-Daman

દમણ: ‘સંઘપ્રદેશમાં આજે ચૂંટણી યોજાય તો ભાજપ એકપણ બેઠક જીતી જ ના શકે’, પ્રભારીએ સંગઠનની ઝાટકણી કાઢી

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
દાદરા નગર હવેલી અને દમણ-દીવની મતદારયાદીમાંથી રેકોર્ડબ્રેક 29.6% નામો કમી થતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે. ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે સંગઠનની ઝાટકણી કાઢી જણાવ્યું કે, 'જો આજે ચૂંટણી યોજાય તો ભાજપ એકપણ બેઠક જીતી નહીં શકે.' કુલ 4.28 લાખ મતદારોમાંથી 1.26 લાખ નામો કમી થતાં ભાજપની ચિંતા વધી છે. પ્રભારીએ પુનઃ નોંધણી પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણ: ‘સંઘપ્રદેશમાં આજે ચૂંટણી યોજાય તો ભાજપ એકપણ બેઠક જીતી જ ના શકે’, પ્રભારીએ સંગઠનની ઝાટકણી કાઢી

Daman Dadra Nagar Haveli Voter List: દાદરા નગર હવેલી અને દમણ-દીવની મતદારયાદી માંથી રેકોર્ડબ્રેક 29.6 ટકા નામો કમી થતાં ભાજપના પ્રભારીએ સંગઠનની ઝાટકણી કાઢી હતી. તેઓએ ઉપસ્થિત હોદ્દેદારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'જો આજે સંઘપ્રદેશમાં ચૂંટણી યોજાય તો ભાજપ એકપણ બેઠક જીતી જ નહીં શકે. મતદારયાદીમાં નામ નહીં હોય તો તમે દેશના નાગરિક જ નથી એમ પણ માની લેવામાં આવશે.'

‘સંઘપ્રદેશમાં આજે ચૂંટણી યોજાય તો ભાજપ એકપણ બેઠક જીતી જ ના શકે’

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીને વધુ ચોકસાઈ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે વિશેષ સઘન મતદાર યાદી પુનઃ સમીક્ષા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દમણ-દીવમાં હાથ ધરાયેલી કામગીરીમાં કુલ 4.28 લાખ મતદારોમાંથી 1.26 લાખ મતદારોના નામો કમી થતાં રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.

રેકોર્ડબ્રેક નામો કમી થતાં ભાજપની પણ ચિંતા વધી ગઈ છે. જેને લઈ બુધવાર(15 જુલાઈ) પ્રદેશ ભાજપની સંગઠનાત્મક બેઠકમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલે સંગઠનના હોદ્દેદારો સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આડે હાથ લીધા હતા.

પ્રભારીએ સંગઠનની ઝાટકણી કાઢી

પ્રભારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'મતદારયાદી માંથી નામો કમી થવાની ઘટનાને હળવાશમાં લેવું તે ભાજપને ભારે પડી શકે છે. જે કાર્યકરો અને જનપ્રતિનિધિઓ 50 ટકા કામગીરી કર્યાનો દાવો કરે છે તેઓએ 25 ટકા પણ કામ કર્યું નથી. દુશ્મનનો કાંટો કાઢી નાંખવો હોય તો મતદારયાદીમાં સ્પેલિંગ મિસ્ટેક ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. જો મતદારયાદીમાં નામ નહીં હોય તો તમે દેશના નાગરિક નથી એમ માની લેવામાં આવશે. જેથી આ પ્રક્રિયા કરવી જરૂરી છે.'

તેઓએ સંગઠનના હોદ્દેદારોને કમી થયેલા નામોને જરૂરી પુરાવા સાથે પુનઃ નોંધણી કરાવવા કોઈપણ જાતના બહાના નહીં ચલાવી લેવાય તેમ જણાવ્યું હતું. તેઓએ સંગઠનની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થઈ હોવાથી મતદારયાદીની જરૂરિયાત અંગે ગંભીરતાનો ખ્યાલ આવી નહીં શકે.