Diu-Daman

માનવતા અને સાહસની મિશાલ : દમણના પુલ પરથી છલાંગ મારનાર યુવક-યુવતિને માછીમારોએ હેમખેમ બચાવી લીધા

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
દમણના રાજીવ ગાંધી સેતુ પરથી 20 વર્ષીય યુવક-યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. નજીકમાં માછીમારી કરી રહેલા મિટના સમાજના માછીમારોએ જીવની પરવા કર્યા વિના નદીમાં ઝંપલાવી બંનેનો જીવ બચાવ્યો. પોલીસે યુવક-યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા છે. માછીમારોની આ બહાદુરી અને માનવતાભર્યા કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવતા અને સાહસની મિશાલ : દમણના પુલ પરથી છલાંગ મારનાર યુવક-યુવતિને માછીમારોએ હેમખેમ બચાવી લીધા

Daman News : જ્યારે કોઈ વ્યક્તિ નિરાશામાં ઘેરાઈને જિંદગીનો અંત આણવા જાય, ત્યારે કોઈ અજાણ્યા હાથ તેને નવજીવન આપે તેનાથી મોટો કોઈ ધર્મ નથી. દમણના રાજીવ ગાંધી સેતુ પરથી મોતની છલાંગ લગાવનાર યુવક-યુવતિનો જીવ બચાવીને સ્થાનિક માછીમારોએ અદમ્ય બહાદુરી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે તાત્કાલિક યુવક-યુવતીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે.
મળતિ વિગત મુજબ ગઈકાલે બુધવારે સાંજે દમણના રાજીવ ગાંધી સેતુ પરથી પહેલા 20 વર્ષિય યુવાને છલાંગ લગાવતા જ પાછળથી દોડી આવેલી યુવતિએ પણ છલાંગ લગાવી દીધી હતી. આ કરુણ દ્રશ્ય જોઈને નજીકમાં જ માછીમારી કરી રહેલા મિટના સમાજના માછીમારોએ પોતાની જાનની પરવા કર્યા વગર, ક્ષણનો પણ વિલંબ કયા વિના પોતાનું કામ છોડીને નદીમાં ઝંપલાવ્યું હતું. માછીમારોએ પોતાની સૂઝબૂઝ અનેભારે જહેમત બાદ બંનેને ડૂબતા બચાવી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આજના સમયમાં જ્યારે મોટાભાગના લોકો આવી દુર્ઘટનાસમયે વિડીયો બનાવવામાં મશગૂલ થઈ જતા હોય છે, ત્યારે મિટના સમાજના આ માછીમારોએ સાચા અર્થમાં દેવદૂત બનીને બે અમૂલ્ય જિંદગીઓ બચાવી લીધી. તેમની આ ત્વરિત નિર્ણયશક્તિ અને પરોપકારની ભાવનાએ માનવતા હજુ જીવંત હોવાનો પુરાવો આપ્યો છે.
ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ અને ફ્રાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તે પહેલા જ માછીમારો બંનેને સહીસલામત બહાર કાઢી ચૂક્યા હતા. પોલીસે તાત્કાલિક યુવક યુવતિને સારવાર હોસ્પિટલમાં ખસેડ્યા છે. યુવક યુવતિ આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. જો કે બન્ને યુવક યુવતિ પરપ્રાંતિય હોય અને થોડા સમય અગાઉ જ એકબીજા સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાયો હોવાની ચર્ચા ઉઠી છે. સમગ્ર વિસ્તારમાં માછીમારોની આ બહાદુરી અને માનવતાભર્યા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે. રાજીવ ગાંધી સેતુ પરથી અગાઉ આ પ્રકારની ઘટના બની હતી, સલામતી અને સુરક્ષાના પગલા ભરાય તે જરૂરી બન્યું છે.