Diu-Daman

પ્રેમી સાથે લગ્નની સંમતિ છતાં સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું: એકનું મોત, એક ગંભીર

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
સેલવાસના રખોલી બ્રિજ પરથી બુધવારે બપોરે બે સગીર પિતરાઈ બહેનોએ 50-60 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી. એકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજીને નમો હોસ્પિટલમાં ખસેડાઈ. પ્રેમસંબંધોની જાણ થતાં પરિવારે પુખ્તવયે લગ્નની સંમતિ આપી હોવા છતાં આ પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમી સાથે લગ્નની સંમતિ છતાં સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું: એકનું મોત, એક ગંભીર

Silvassa Rakholi Bridge Cousin Sisters Jump: સેલવાસ નજીક આવેલા રખોલી બ્રિજ પરથી બુધવારે(19 ઓગસ્ટ) બપોરે બે સગીર વયની પિતરાઈ બહેનોએ અગમ્ય કારણોસર પુલ પરથી 50થી 60 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક અને પોલીસ પહોંચી ગઈ હતી. બંને બહેનો નદીના પથ્થર પર પડવાને કારણે એકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જયારે બીજી બહેનને નમો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. બંને પિતરાઈ બહેનોના પ્રેમ સંબંધનની જાણ થતાં પરિવારજનોએ પુખ્તવયની થયા બાદ લગ્નની સંમતી આપ્યા બાદ પણ કેમ પગલું ભર્યું તે તપાસનો વિષય બન્યો છે.

સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું

પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેલવાસ–ખાનવેલ રોડ પરના રખોલી ગામે આવેલા પુલ પર પહોંચેલી બે સગીરાએ બુધવારે બપોરના સમયે ભેદી સંજોગોમાં નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં અધિકારી સહિત પોલીસનો કાફલો પહોંચ્યો હતો. બંને પિતરાઈ બહેનોએ પુલ પરથી છલાંગ લગાવતા નદીના પથ્થર પર પડતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધનીય છે કે, બંને પિતરાઈ બહેનના બે જુદા-જુદા યુવાન સાથે પ્રેમ સંબંધ હોવા અંગે પરિવારને જાણ થઈ હતી. જો કે, બંનેના પરિવારે પુખ્તવયની થયા બાદ લગ્ન કરાવવાની સંમતી આપી હોવા છતાં બંને બહેનોએ કેમ આ પગલું ભર્યું તે અંગે તપાસનો વિષય બન્યો છે.

પુલ પર યોગ્ય સુરક્ષા જાળી લગાવવાની માગ

સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સઘન પૂછપરછ શરૂ કરી છે. રખોલી બ્રિજ પરથી નીચે કૂદીને આત્મહત્યા કરવાના બનાવો અગાઉ પણ બન્યા છે. વારંવાર બનતી આવી ગંભીર ઘટનાઓને કારણે આ પુલ હવે સ્યુસાઈડ ઝોન બની ગયો છે. જેથી આ પુલ પર યોગ્ય સુરક્ષા જાળી(સેફટી ફેન્સિંગ) લગાવવામાં આવે તેવી માગ પણ ઉઠી રહી છે.