Dharmlok

મન આપણાં સંકલ્પ-વિકલ્પથી ભરેલું છે

By GS Team
1 Jul 20262 mins read
મન આપણાં સંકલ્પ-વિકલ્પથી ભરેલું છે

દુર્બળ મન કાંઈ જ કરી શકતું નથી, માટે મનને કેળવવું પડે છે. તેને શક્તિવાન એકાગ્ર અને શુધ્ધ બનાવવું જપડે છે
આપણાં સંકલ્પ-વિકલ્પોથી મન સદાય ભરેલું છે, પણ તેને આંતર સાધન કરીને સાવજ ખાલી કરવું એ સત્યની પ્રાપ્તિ માટે જરૂરી છે, અને જીવનને સફળતાના શિખરે પહોંચાડવા માટે મનને જાણી સંતુલિત કરી સમતામાં સ્થિર કરવું અતિ આવશ્કય છે, મનનું આવરણ પણ અતિ તીવ્ર આંદોલનથી આપણને ઉગારવા માટે ખુબ જ
જરૂરી છે.
આવા મનને જ્યાં સુધી ભેદવામાં નથી, આવતું ત્યાં સુધી આપણને સત્યની શક્તિઓ અને તેની પાછળ પરમતત્વ પરમાત્માની પ્રતીતિ થતી જ નથી, તે પણ સત્ય છે, આમ જે પોતાના મનને જીતે છે, તેજ સફળતાને વરે છે, એટલે જીવનમાં પ્રગતિ પરિવર્તનનો આધાર પણ મન છે. આમ મનની શક્તિ જ પુણ્ય છે, અને આ શક્તિ ધ્વારા જ આપણે આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. જેના આધારે જ આપણે બેઠા થઈએ છીએ, અને કર્મો કરીએ છીએ દુર્બળ મન કાંઈ જ કરી શકતું નથી, માટે મનને કેળવવું પડે છે. તેને શક્તિવાન એકાગ્ર અને શુધ્ધ બનાવવું જ પડે છે. જીવનમાં સાચો સત્ય સ્વરૂપ ધર્મ એટલે મન જ શુધ્ધ ચારિત્રવાન અને શક્તિ વાન હોવું છે. મનમાં જ્યાં સંશય છે. શંકા છે, ભય છે, ભ્રમ છે, ભ્રમજાળ છે, આ બધી જ અશુધ્ધતા મનમાં છે, ત્યાં સુધી, સત્ય ધર્મની ઉપસ્થિતિ જ નથી ધર્મનું આચરણ નથી, ધર્મનું આચરણ એટલે સંતુલિત અને સમતા યુક્ત મન, ત્યાંજ જીવનની સત્યતા અને પવિત્રતા એજ ધર્મ. શુધ્ધ સાત્વિક અને સ્થિર મન ધ્વારા આત્મા પૂર્ણ અને અખંડ બને છે. ત્યારે જ એ બ્રહ્મ સાથે તદ્રુપ બની જાય છે. ત્યારે જ એ પરમાત્માને કેવળ શુધ્ધ તરીકે પોતાના જ સ્વરૂપ તરીકે અખંડ સત, અખંડ ચિત અને અખંડ આનંદ તરીકે મન જ તદ્રુપ થઈને સાક્ષાત્કાર કરી શકે છે, આમ મન ધ્વારા જ સુખ સાથે તદ્રુપ બનીએ છીએ ત્યારે જ દુખ દૂર થાય છે, અને જ્યારે પરમજ્ઞાન સાથે તદ્રુપ થઈએ છીએ ત્યારે જ આપણાં સર્વ પાપો અને ભૂલો બધુ જ નષ્ટ થઈ જાય છે.
આપણાં મનમાં વહેમ શંકા સશય અને ભય હોવા એજ મનના મહાન શત્રુઓ છે અને મનમાં ધર્મ જનુન એતો એનાથી પણ મોટો શત્રુ છે. એટલે મારો જ ધર્મ ઉત્તમ એવા અંતરના ભાવથી મુક્ત થાવ. આમ વિશાળ સમાનતાના ભાવમાં મનને સ્થિર કરવું અને સત્ય સ્વરૂપ બની રહેવું એજ ચારિત્રવાંનની નિશાની છે, અને એજ સત્ય ધર્મ
બને છે. (ક્રમશ:)

  • તત્વચિંતક વી. પટેલ