Dharmlok

પ્રાર્થના

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
તાનસેનના ગુરુ હરિદાસનું સંગીત સાંભળીને સમ્રાટ અકબર દંગ રહી ગયા. અકબરે તાનસેનને પૂછ્યું કે ગુરુના અને તારા કંઠમાં આટલો ફર્ક કેમ? તાનસેને નમ્રતાથી જણાવ્યું કે, હું આપને સુખ આપવા ગાઉં છું, જ્યારે મારા ગુરુજી ઈશ્વરને ખુશ કરવા ગાય છે. પ્રાર્થના અને ભક્તિભાવથી કરાયેલું કાર્ય હંમેશા શ્રેષ્ઠ હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાર્થના
  • તાનસેને કહ્યું આપ ખોટું
    ના લગાડશો પણ હું આપને સુખ આપવા ગાઉં છું અને મારા ગુરૂજી ઇશ્વરને ખુશ કરવા માટે ગાય છે

જગત પર જીવન જીવતા માણસના મનમાં ઘણી બધી ઇચ્છાઓ વહેતી હોય છે. પણ એ પૂર્ણ થશે કે નહીં તે બાબતે એ માનવી વિચાર કરતો રહે છે. પરંતુ તે મેળવી શકતો નથી. અને કોઈનું માર્ગદર્શન જોઈએ પણ તે ક્યાંકથી મળતું ન હોય ત્યારે મનમાં એક જ વિચાર આવે કે ખરા મન અને વિશ્વાસ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણી જે પ્રાર્થનાનો જવાબ ચોક્કસ મળે ત્યારે પ્રભુનો આભાર માનવો. માણસના આત્માનો ખોરાક એટલે પરમતત્વની પ્રાર્થના. માનવીનું સર્જન કરનાર ઇશ્વરે મનુષ્યના મનમાં ઉત્તમ શક્તિઓ અને શક્યતાઓ મુકી પ્રાર્થનાનું બળ માનવીને અંદર જ મજબુત બનાવે છે. પ્રાર્થના વખતે હંમેશા સમય શાંતિમય, ધ્યાનમય હોય તો તે પ્રાર્થના સાચા અર્થમાં ઇશ્વરના દરબારમાં મંજુર થાય છે. જીવનમાં આવેલી કોઈ પણ તકલીફને પ્રાર્થના થકી ઇશ્વરને જણાવી શકાય અને તેનો જવાબ મળતા હળવાશ અનુભવી શકાય છે.
એકવાર સમ્રાટ અકબર તાનસેનના સંગીતથી ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તમે અદ્ભુત સંગીત સંભળાવ્યું છે. તો તમારા ગુરૂ જેમની પાસે તે તૈયાર થયા એ કેવું સુંદર સંગીત સર્જતા હશે. મારે એ સાંભળવું છે. સમય મળતાં તાનસેન બાદશાહને ગુરૂ હરિદાસનું સંગીત સાંભળવા લઈ જાય છે. બાદશાહ એ સાંભળીને દંગ રહી ગયા. ખુશ થયેલા બાદશાહે તાનસેનને ગુરૂના અને તારા કંઠમાં સંગીતમાં મોટો ફર્ક દેખાય છે. ગુરૂજી પાસે તારું સંગીત ફિક્કું અનુભવાય તેનું કારણ શું ?
તાનસેને કહ્યું આપ ખોટું ના લગાડશો પણ હું આપને સુખ આપવા ગાઉં છું અને મારા ગુરૂજી ઇશ્વરને ખુશ કરવા માટે ગાય છે. જ્યારે પ્રાર્થના અને ભક્તિભાવના સ્વરૂપે જે પણ કરાય પ્રાર્થનારૂપી થાય તે ઉત્તમ કહેવાય માટે મારા મતે ગુરૂજીના સંગીતમાં જમીન આસમાનનો તફાવત રહેવાનો.
પ્રાર્થના વ્યક્તિને ઉર્જાવાન બનાવી કરૂણાનો સ્પર્શ આપી માનવતાના માર્ગ તરફ દોરી જાય છે.

  • જયપ્રકાશ ડી. રોય