Dharmlok
જગન્નાથને તે નમું હાથ જોડી કરું વિનતિ ભક્તિ શું માન મોડી
By GS Team
15 Jul 20263 mins read
આચાર્ય રાજહંસ સંસારના સુખોને ક્ષણભંગુર ગણાવે છે, જ્યારે જગન્નાથની ભક્તિને દુષ્કર અને મોંઘી ગણાવે છે. કવિ શ્રીરામ જગન્નાથની સ્તવના કરતા કહે છે કે, અખૂટ પુણ્યથી જ પ્રભુના દર્શન થાય છે. તેઓ મોહનિદ્રા ત્યજી ભગવાનની યોગમુદ્રાના દર્શન કરવા અને સંસારના બંધન તોડવાનો ઉપદેશ આપે છે.
00:00
00:19
Summarized by AI; it may make mistakes. Check important info
આચાર્ય રાજહંસ સંસારના સુખોને ક્ષણભંગુર ગણાવે છે, જ્યારે જગન્નાથની ભક્તિને દુષ્કર અને મોંઘી ગણાવે છે. કવિ શ્રીરામ જગન્નાથની સ્તવના કરતા કહે છે કે, અખૂટ પુણ્યથી જ પ્રભુના દર્શન થાય છે. તેઓ મોહનિદ્રા ત્યજી ભગવાનની યોગમુદ્રાના દર્શન કરવા અને સંસારના બંધન તોડવાનો ઉપદેશ આપે છે.
00:00
00:19
Summarized by AI; it may make mistakes. Check important info

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
- સંસારના સુખો, માલ-મિલકત, દેવતાઈ ભોગો, રાજ્યનો માન-મરતબો
આદિ પ્રાપ્ત થવા ખૂબ સરળ છે, ખૂબ સસ્તા છે..
પણ હે જગન્નાથ! તારી ભક્તિ, સેવા, દર્શન, વંદન ખૂબ જ દુષ્કર છે
સેંકડો વર્ષોથી ચાલતી
જગન્નાથની રથયાત્રા,
ચાલો આજે કરીએ,
એની શબ્દોથી ભાવયાત્રા
'શ્રી રામ' નામે એ કવિ-સાધુ ભગવાન જગન્નાથની સ્તવના પોતાના એક કાવ્ય દ્વારા કરી રહ્યાં છે. તેઓશ્રી હાથ જોડીને અને પોતાના માનને મોડીને એક વિનતી કરી રહ્યાં છે.
''જગન્નાથને તે નમું હાથ જોડી, કરૂં વિનતિ ભક્તિ શું માન મોડી'' કૃપાનાથ સંસાર હું પાર તારો, લધ્યો પુણ્યથી આજ દેદાર તારો- તેઓ કહે છે - પ્રભો ! અખૂટ અને લખલૂટ પુણ્ય ભેગું થાય. ત્યારે તારો આવો જાજરમાન દેદાર-દરબાર જોવાતો અવસર સાંપડે…
હે કૃપાનાથ! મારી પર કૃપા કરો. આ દંભ-પ્રપંચ-છલ-કપટ-કાવાદાવા કાદવ સમા આ સંસારથી મને તારો-ઉગારી લ્યો.
સંસારના સુખો, માલ-મિલકત, દેવતાઈ ભોગો, રાજ્યનો માન-મરતબો આદિ પ્રાપ્ત થવા ખૂબ સરળ છે, ખૂબ સસ્તા છે.. પણ હે જગન્નાથ! તારી ભક્તિ, સેવા, દર્શન, વંદન ખૂબ જ દુષ્કર છે. તારી ભક્તિ ખૂબ જ મોંઘી છે. સસ્તામાં અને સરળતાથી વર્ષમાં એક જ વાર અને મૂળથી તો એક જ સ્થળે પૂરીમાં જ પૂરી રીતે નીકળે અને ત્યાં જ પૂરી થઈ જાય. અને આ યાત્રા જ મારી દુઃખોની યાત્રાને પૂરી કરી શકે તેમ છે. અને સુખોની યાત્રાને પૂરી રીતે પાર પાડી શકે તેમ છે.
'શ્રીરામ' એને જ શબ્દોમાં વર્ણવી રહ્યાં છે -
''મળે સોહિલા રાજ્ગ-દેવાદિભોગો, પરમદોહિલો એક તુજ ભક્તિ જોગો ઘણા કાળથી તું લધ્યો સ્વામી મીઠો, પ્રભુ પારગામી સહુ દુઃખની નીઠો.''
પરબ્રહ્મ-પરમબ્રહ્મ છે. જગતની વિલાસી કામ-ક્રીડા તો છોડવી જ રહી. તો જ - એટલે જ જગન્નાથ મારા ગુણોના આધાર છે. એજ યોગીઓના સ્વામી છે, એ જ પરમનેતા છે કારણ કે શુદ્ધસ્વરૂપ છે. પરમ મુખને આપનારા આ જગન્નાથનો જય હો! વિજય હો!
ચિદાનંદ રૂપી પરબ્રહ્મ લીલા,
વિલાસી વિભો! વ્યક્ત કામાગ્નિકીલા,
ગુણાધાર જોગીશ નેતના અમાયી,
જય ત્વં વિભો! ભૂતકો સુખદાયી…
ભગવાનની યોગમુદ્રા જોવા માટે મોહનિદ્રા છોડવાનો ઉપદેશ આપતા અને સંસારના બંધન તોડવાનો ઉપદેશ આપતા કવિ કહે છે.
રાત-દિવસ જેઓ મિથ્યા = મોહ નિદ્રામાં પોઢેલા છે, તેઓ જગન્નાથની યોગ-મુદ્રાના દર્શન કેવી રીતે કરી શકે ? અને આમજીવો સંસારની ૮૪ લાખ યોનિમાં ભમતાં સદ્ગતિ કેમ કરીને મેળવશે ?
''ન દીઠી જેણે તાહરી યોગ મુદ્રા,
પડયા રાત દિસે મહા મોહ નિદ્રા,
કિસી તાસ હોરો ગતિ જ્ઞાનસિંધો,
ભમતાં ભવે હે જગજીવ બંધો!…''
જે જગન્નાથના દર્શન કરતો નથી યા કરી શકતો નથી, એ બિચારાનું શું થશે ? એનો જન્મ એળે જ જવાનો..
એટલે જ 'શ્રીરામ' કહે છે - અમૃત વરસાવતી આ મૂર્તિના જે દર્શન કરે છે, તેનો જન્મ જ લેખે ગણાય… અમૃતના જે દર્શન કરે તે મૃત બનતો નથી, તે સદાકાળ અમૃતમય બની જાય છે.
અને એ જગન્નાથની આજ્ઞામાં જ સદા રહેવા યોગ્ય છે. એમની આજ્ઞાની ઉર્જા જે મેળવે છેઘ, એની બધી જ આશાની ઊષા ત્યાં પ્રગટી જાય છે… એની આભા અને પ્રતિભા દિન-પ્રતિદિન મધ્યકાળના સૂર્યની જેમ તપતી રહે છે… એના ખરાબ કર્મો નાશ પામે છે. અને ખરા કર્મો ખરા ઉતર છે.
વાંચો એ વાતો કવિ શ્રીરામના શબ્દોમાં -
સુધાસ્યન્દિની દર્શન નિત્ય દેખે,
ગણું તેહનો હે વિભો! જન્મ લેખે,
ત્વદાજ્ઞા વરો જે રહ્યાં વિશ્વમાંહે,
કરે કર્મની હાણ ક્ષણ એકમાંહે…
આમ અનેક પ્રકારે જગન્નાથનું કીર્તન આગળ પણ કરે છે ભગવાનને રોજ પ્રભતિ નમસ્કાર કરે… હૃદયમાં સદા તેમનું ધ્યાન ધરું… એમના મુખમાંથી નીકળેલી જ્ઞાનગંગાથી પાવન બનું!
તેઓ કહે છે - ગુરુના શ્રીમુખે આ વાણી જે સાંભળે છે, તેના બધાં જ તાપ ટળે છે… સુખો સામેથી આવી મળે છે અને દુઃખોનો કચરો ભડકે બળે છે ને આત્મા સાફ થાય છે.
સત્, ચિત અને આનંદ આજ આપણું પરમ ધ્યેય છે, એનું જ ધ્યાન ધરવા યોગ્ય છે. તો જ સચ્ચિદાનંદ અને આનંદધન થવાશે..
''ચિદાનંદ ચિત્તે ઘરે ધ્યેય જાણી,
કહે 'રામ' નિત્ય જપો જિનવાણી…''
પ્રભાવના
જગજપવંત જિરાવલા નામે જગન્નાથની રથયાત્રા સેંકડો વરસોથી જે ચાલતી રહી તે રથયાત્રાના સાક્ષી આચાર્યશ્રી સુરહસ્તિસૂરીશ્વરજી મહારાજા પણ રહ્યાં છે. એ જગન્નાથની રથયાત્રામાં જ આ મહાન ગુરુવરને મહા પ્રૌઢપ્રતાપી, ત્રણ ખંડના સામ્રાજ્યના સ્વામી સમ્રાટ ઓશકના પૌત્ર સમ્રાટ સંપત્તિ મળે છે. જિરાવલા જગન્નાથન પ્રભાવે જિનશાસનને એક પરમ જિનભક્ત મળ્યા, જેણે ખૂબ જ શાસન પ્રભાવના કરીને પૃથ્વીને મંદિરો અને મૂર્તિઓથી અલંકૃત કરી હતી.
જય જગન્નાથ…









