Dharmlok

જય અંબે... જય અંબે... જય અંબે

By GS Team
24 Sep 20261 min read
જય અંબે... જય અંબે... જય અંબે

જય અંબેના નારા સાથે લાખો પદયાત્રીઓ અંબાજીના માર્ગને ગજવી રહ્યા છે. સખત બફારો અને સાથે સાથે વરસાદી ઝાપટાં વચ્ચે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. શનિવારે પૂનમ છે. ભીડને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો વહેલાં દર્શન કરીને પરત આવવા નીકળી ગયા છે. ભીડના નિયંત્રણ માટે અનેક પગલાં લેવાયા છે.
પૂનમથી પાંચમ સુધી અંબાજી તેમજ ખેડબ્રહ્મામાં લાખો શ્રધ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંબાજી જતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. દર ભાદરવી પૂનમે પદયાત્રા કરીને અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે.