નમ્યો તે ભગવાનને ગમ્યો

જીવન અતિ સંઘર્ષમય છે. આજે માણસ પાસે સમજશક્તિ છે. પરંતુ સહનશક્તિ રહી નથી. સામાન્ય વાતમાં પણ આવેશમાં આવી જાય છે. ગુસ્સો ન કરવાનું કરાવી બેસે છે અને પછી પસ્તાવો થાય છે કે મેં આ શું કરી નાખ્યું ? નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે નેતરના વૃક્ષો નમી જાય છે. એમ જતું કરનાર દરેક વ્યક્તિ જગતમાં, સમાજમાં, પરિવારમાં જીતી જાય છે.
સુખી થવાની માસ્ટર કી એ છે કે, (૧) જતું કરો (૨) જવા દો. જીવનમાં જે જતું કહે છે તે જ જીતે છે. એ આ જીવનનો એક મહામંત્ર છે. જ્યારે કોઈ આપણને દુ:ખ આપે, ત્યારે એ દુ:ખને રેતી પર લખવું જોઈએ. જેથી આપણે તેને આપેલી માફીની હવા તેને ભૂંસી નાખે છે. જ્યારે કોઈ આપણા માટે સારું કાર્ય કરે ત્યારે તેને પથ્થર પર લખવું જોઈએ જેથી તે આપણે તેને કાયમ માટે યાદ કરી શકીએ.
જીવનની બે ટ્રેઈન છે; એક લોકલ ટ્રેન છે અને બીજી સુપર ફાસ્ટ ટ્રેઈન મોટા સ્ટેશને જ ઊભી રહે છે. આમ નાની નાની વાતોમાં દુ:ખ લગાડીને વ્યક્તિ દુ:ખી થાય છે તે લોકલ ટ્રેઈન જેવો છે અને એ જ રીતે દરેક પરિસ્થિતિમાં દરેક દુ:ખદ પ્રસંગમાં બીજાનો ત્રાસ કે દુ:ખ સહન કરે છે, જતું કરે છે, જવા દે છે તે જ વ્યક્તિ સુપર ફાસ્ટ ટ્રેઈન જેવો છે. કે જે આવેલ પરિસ્થિતિમાં હસતા મોઢે બધું સહન કરે છે.
મને કોણ દુ:ખ આપવાનું હતું ? જીવનમાં સુખદુ:ખ જેવું કશું છે જ નહીં. બધી કલ્પના માત્ર છે. કર્મના કર્મે કરીને દરેક સમય આવે ને જાય છે. આ શરીર તો જડ છે. નાશવંત છે. એક દિવસ તે શાંત થવાનું જ છે. આવેલ પરિસ્થિતિનો હસતા મોઢે, મુક પ્રેક્ષક બનીને સામનો કરવો જ પડે છે. પૂર્વજન્મના કર્મોને લઈને માણસ ઋણાનુબંધે સુખ આપવા કે દુ:ખ દેવા આવે છે. ગત જન્મમાં આપણે કરેલું આ જન્મમાં ભોગવી લેવું જ પડે છે. મોટા મોટા સંતોને અને જ્ઞાનીઓને પણ કર્મના બંધનો ભોગવવા જ પડે છે. એમાં કોઈ બાતાક રહી શકતું જ નથી.
જીંદગીને ઈટ્વજઅ બનાવવા માટે નાની નાની વાતોને ન્ીં ય્ર્ કરી દેવી અને મોટી મોટી વાતોને ન્ઈ્ ય્ર્ંડ્ઢ કરી દેવી આ જ જીવનનું રહસ્ય છે.
આજના કપરા સમયમાં દરેક મનુષ્યને 'સમજ શક્તિ સાથે સહનશક્તિ' કેળવવાની ઇશ્વર સર્વને અનુભૂતિ અર્પે એ જ અભ્યર્થના.
- નૈષધ દેરાશ્રી




