Dharmlok

જે માણસ વૃતિ-વિચાર સુધારવાની તક ગુમાવે તે આત્મિક સત્યમાં પરિવર્તિત થઈ શકતો નથી

By GS Team
12 Aug 20262 mins read
જે માણસ વૃતિ-વિચાર સુધારવાની તક ગુમાવે તે આત્મિક સત્યમાં પરિવર્તિત થઈ શકતો નથી
  • જીવનમાં મિત્રતા બાંધતા પહેલા સો વાર વિચારો. તેના ચરિત્રને જીણવટથી જાણો. જેનામાં ધૈર્ય અને સત્ય જ ન હોય તેવો કોઈ પણ માણસ સુસંસ્કૃત ગણાય જ નહિ

માણસ જીવનમાં મનથી ભય અને ભ્રમમાં જીવે છે તે કદી પણ અભયમાં કે સત્ય સ્વરૂપ થઈ સ્વાતંત્ર થઈ શકતો જ નથી, તે માણસના મનની નબળાય છે. આવા માણસનું જૂઠાણું વૃદ્ધ થતાં અને મૃત્યુ સુધી જતું નથી તે આજની હકીકત છે.
જીવનમાં બરાબર ધ્યાન, જાગૃતતા પૂર્વક જીવો અને પાપી, જુઠા મિત્રો કે જુઠા સાધુઓ સાથે મિત્રાચારી બાંધ્યા પછી માણસનો સંબંધ ધીમે ધીમે ઠગ જેવો થઈ જ જાય છે. અંતે આ મિત્રો જ તેના નાશનું કારણ બને છે. માટે જીવનમાં મિત્રતા બાંધતા પહેલા સો વાર વિચારો તેના બોલ પર નહીં પર તેના ચરિત્રને જીણવટથી જોવો અને બરાબર જાણો જેનામાં ધૈર્ય અને સત્ય જ ન હોય તેવો કોઈ પણ માણસ સુસંસ્કૃત ગણાય જ નહિ. જીવનમાં ખરાબ માણસ પોતાની ખરાબ વૃતિ અને વિચાર અને આચરણ સત્ય સ્વરૂપ દેખાડવાની હિંમત કરતો જ નથી. જેથી તેની સુધારવાની તક ગુમાવે છે તે આત્મિક સત્યમાં તે કદી પણ પરિવર્તિત થઈ જ શકતો નથી.
માનવ જીવનમાં જે માણસ માત્રને માત્ર પોતાના જ વિચારો ને જ વખાણ્યા જ કરે અને બીજાના વિચારોની સદાય નિંદા જ કર્યા કરે તેવા માણસથી જીવનમાં કોઈ પ્રશ્ન હલ થઈ શકે જ નહીં કારણ આવા માણસનું ચિત્ત અસ્થિર હોય છે.
આજના કહેવાતા ધર્મમાં જેમને એક ટકો પણ શ્રદ્ધા જ નથી, પણ જે અનુભૂતિ જન્ય ધર્મમાં પુરી શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે તે વહેલો કે મોડો ધ્યાનસ્થ થઈ જ શકે છે. જ્યારે ખરેખર ધ્યાની જરૂર તો આજના કહેવાતા ધર્મના અનુયાઈઓને છે, પણ તેઓ ધ્યાનસ્થ થઈને જાગૃતિપૂર્વક પોતાની જ પ્રજ્ઞામાં સ્થિર થઈને જીવન જીવતા જ નથી કે પોતાના મનનું સંતુલન કરી સમતા યુક્ત બનાવી વ્યવહાર કે આચરણ પણ આત્મિક સત્ય સ્વરૂપ થઈને કરતા જ નથી. એજ મુશ્કેલી છે જેનું પરિણામ સમાજ ભોગવે છે.

  • તત્વચિંતક વિ. પટેલ