Devbhumi Dwarka

ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે જ કરુણાંતિકા: બાઈક આડે ગાય આવી જતાં અકસ્માતમાં યુવતીનું મોત

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના બની. ગત રાત્રે 19 વર્ષીય શ્રીહરિ પંચમતીયા તેના ભાઈઓ દર્શિલ અને દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. આહિર સિંહણ રોડ પર અચાનક ગાય આડી આવતા બાઈક અથડાયું. ગંભીર અકસ્માતમાં શ્રીહરિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે ભાઈઓને સામાન્ય ઈજા થઈ. આ બનાવથી પંચમતીયા પરિવાર અને રઘુવંશી સમાજમાં શોક વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે જ કરુણાંતિકા: બાઈક આડે ગાય આવી જતાં અકસ્માતમાં યુવતીનું મોત

Khambhalia Accident: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિજનો સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ ભાઈઓ સાથે બાઈક પર નીકળેલી 19 વર્ષીય યુવતીનું અકસ્માતમાં કરુણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રોડ પર ગાય આવી ચઢતા અકસ્માત સર્જાયો

મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિ અને પરિવારજનોએ ગઈકાલે (28મી ઓગસ્ટ) રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાત્રિના સમયે પરિવાર સાથે હોટેલમાં ભોજન લીધા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. આ દરમિયાન રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે આહિર સિંહણ રોડ (ધરમપુર) પાસેથી પસાર થતી વખતે અચાનક બાઈક આડે ગાય આવી ચઢી હતી. ગાય સાથે બાઈક ધડાકાભેર ટકરાતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર તેના ભાઈઓ દર્શિલ અને દર્શનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પંચમતીયા પરિવારની દીકરીના અકાળે થયેલા અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરૂણ બનાવને પગલે રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.