Get The App

ઓખા બંદરે બોટ ક્વોરન્ટાઈન માછીમારોનું મેડિકલ ચેકઅપ

- દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય

- વિદેશથી કે દેશનાં અન્ય વિસ્તારોમાંથી આવેલા માછીમારોને મધદરિયે બોટમાં જ રહેવાની વ્યવસ્થા

Updated: Apr 2nd, 2020

GS TEAM

Google News
Google News
ઓખા બંદરે બોટ ક્વોરન્ટાઈન માછીમારોનું મેડિકલ ચેકઅપ 1 - image


ખંભાળિયા, તા.02 એપ્રિલ 2020, ગુરૂવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશથી આવેલા મચ્છીમારો  ઓખા બંદરે મોટી સંખ્યામાં મધદરિયે  સેલ્ફ કવોરોન્ટાઈન થયા છે. જેમ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેક અપ નિયમિત કરવામાં આવી રહ્યું છે. 

 કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કડક જાહેરનામું તથા લોક ડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મોટી સંખ્યામાં વિદેશથી માછીમારો પોતાના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તથા સલાયા પંથકમાં પરત આવે છે. અહીં વિદેશથી બોટ મારફતે આવેલા વહાણવટીઓ તથા માછીમારો હાલ કોરોનાના કારણે સ્વૈચ્છિક રીતે કવોરોન્ટાઈન થઈ રહ્યા છે.

હાલ જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લા પોલીસ વડા રોહન આનંદનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તથા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા માછીમારો વહાણવટીઓને સ્થાનિક દરિયાકાંઠાથી દૂર મધદરિયે બોટ કવોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે, ત્યારે હાલ ઓખા વિસ્તારમાં અન્ય વિસ્તારોમાંથી આવેલા આશરે આઠેક હજાર જેટલા માછીમારો તથા વહાણવટીઓનું ચેકિંગ કરવામાં આવી આવ્યું છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં માછીમારો હાલ સ્વયં રીતે જાગૃતિ કેળવી બોટમાં કવોરોન્ટાઈન થઈને રહે છે.

આ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારી ડા. પટેલની મેડીકલ ટીમ દ્વારા આ વિદેશથી આવેલા તથા અન્ય વિસ્તારોમાં જઈને પરત ફરેલાં ચોખા તથા સલાયાના વહાણવટીઓ અને મેડીકલ તપાસણી કરી સાવચેતીના પગલાં ભર્યા હતા. આ ઉપરાંત દરિયામાં કવોરોન્ટાઈન  રહેલા આ માછીમારો, વહાણવટીઓને ભોજન સહિતની વ્યવસ્થા તથા મેડીકલ તપાસણી અને તમામ સાવચેતીના પગલાં વચ્ચે આ જાગૃતિ પ્રશંસાપાત્ર બની રહી છે.

Tags :