'મોદી શાસનના આખરી દિવસો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : રાહુલ ગાંધીએ એક ચોકાવનારા નિવેદનમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન છેલ્લા દિવસો ગણી રહ્યું છે. એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે વડાપ્રધાનના ઉત્તરાધિકારીની શોધ પણ ચાલુ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીનો રાજકીય અંત નક્કી થઈ ગયો છે. એમનો સમય પુરો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને સંપૂર્ણપણે બેકફુટ પર ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમણે સીડબ્લ્યુડીની મીટીંગમાં કોંગ્રેસના નેતાઓને આક્રમક બનવાની સલાહ આપી હતી. જો રાહુલ ગાંધીનો આક્ષેપ સાચો હોય તો ભાજપમાં હવે ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે મોદીના ઉત્તરાધિકારી તરીકે કોણ હશે? અમિત શાહ કે યોગી આદિત્યનાથ? આરએસએસના મનમાં મોદી પછી કોણ હશે?
કોંગ્રેસના નેતાઓથી ખડગે શા માટે નારાજ
શુદ્ધિકરણ વિવાદ પર કોંગ્રેસના નેતાઓ ચુપ રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ પક્ષ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે સખત નારાજ છે. ખડગે માને છે કે, ઉત્તરાખંડના હલ્દાની ખાતે રેલીમાં એમની વિદાય પછી કેટલાક હિન્દુવાદીઓએ સ્ટેજનું શુદ્ધિકરણ કર્યું હતું એ એમનું અપમાન છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમીટી (સીડબ્લ્યુસી)ની મીટીંગમાં એમણે આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પ્રમુખએ બેઠકમાં પક્ષના નેતાઓને કહ્યું હતું કે, તેઓ એ બાબતે નારાજ છે કે, સીડબ્લ્યુસીના ઘણા સભ્યોએ શુદ્ધિકરણ મુદ્દે એમને સમર્થન આપ્યું નથી. જોકે ખડગેએ કોઈ ખાસ નેતાનું નામ લીધું નહોતું. સુત્રોના કહેવા પ્રમાણે ખડગેની બોડી લેંગ્વેજથી લાગતું હતું કે તેઓ કેટલાક સિનિયર નેતાઓથી નારાજ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ નાના મુદ્દાને પણ દિવસો સુધી ગજવી શકે છે ત્યારે ખડગેના અપમાન બાબતે ફક્ત થોડો ગણગણાટ જ થયો છે.
લોકસભા બેઠકો બાબતે કોંગ્રેસનો દાવ
કોંગ્રેસે લોકસભાની ૫૪૩ બેઠકોની સંખ્યા આવનાર ૨૫ વર્ષ સુધી અકબંધ રાખવાની માંગણી કરી છે. પક્ષનું કહેવું છે કે મહિલાઓ માટે ૩૩ ટકા અનામત ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી જ લાગુ કરી દેવામાં આવે. કોંગ્રેસ વકગ કમીટીમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે તામિલનાડુ વિધાનસભામાં રજૂ થયેલા પ્રસ્તાવ જેવો જ આ પ્રસ્તાવ છે. તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકસભામાં સાંસદોની સંખ્યા ૫૪૩ હંમેશ માટે રાખવાની માંગણી કરી હતી. આ બાબતે બંધારણમાં જરૂરી ફેરફાર કરવાનો અનુરોધ પણ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ જયરામ રમેશએ કહ્યું હતું કે સિમાંકન મુદ્દે કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે લોકસભાની હમણાની બેઠકો ૨૫ વર્ષ સુધી વધારવી જોઈએ નહીં. આ સંખ્યાને આધારે જ મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામાં આવે.
હવે સીજેપીના નિશાન પર મનનકુમાર મિશ્રા
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મનનકુમાર મિશ્રા સામે કોકરોચ જનતા પાર્ટીએ મોરચો ખોલી દીધો છે. મિશ્રાના રાજીનામાની માંગણી સાથે સીજેપી આંદોલન શરૂ કરશે. ઓલ ઇન્ડિયા યંગ એડવોકેટ્સ એસોસીએશનએ ધરણા કરવાની જાહેરાત પણ કરી દીધી છે. એમને સીજેપીના નેતાઓનો ટેકો મળશે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ લખ્યું હતું કે, 'મનન ઇટ્સ ડન બ્રો, તમામ કાયદાકીય કોકરોચ આ વિરોધમાં જોડાશે.' હમણા જ એનએએલએસએઆર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઠરાવ પસાર કરનાર બીસીઆઇના ચેરમેન સંકટમાં મુકાઈ ગયા છે. વિરોધ પછી એમણે પોતાનો હુકમ પરત લેવો પડયો હતો. ન્યાયતંત્રને વહાલા થવા માટે મિશ્રાએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશે એમને આડકતરી રીતે તતડાવી નાખ્યા હતા. મિશ્રાએ ૧૪મી ઓગસ્ટે એવું કહ્યું હતું કે તેઓ પણ વિદ્યાર્થીના હીત માટે જ કામ કરે છે. જરૂર પડશે તો તેઓ સીજેપીના નેતા સાથે વાત કરશે.
મોહન ભાગવતનો કેનેડા પ્રવાસ અવઢવમાં
આરએસએસના પ્રમુખ મોહન ભાગવત વિવિધ દેશોના પ્રવાસે જવાના છે. કેટલાક સંગઠનોએ વિવિધ દેશોના વડાઓને પત્ર લખીને મોહન ભાગવતને પ્રવાસ માટે પરવાનગી નહીં આપવા વિનંતી કરી છે. બીજી તરફ કેનેડામાં રહેતા ૧૦૦થી વધુ હિન્દુ સંગઠનોએ વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારને વિનંતી કરી છે કે મોહન ભાગવતને કેનેડા આવવાની પરવાનગી આપે. ભાગવતના કેનેડા પ્રવાસને અયોગ્ય જાહેર કરવાની માંગણીનો એમણે વિરોધ કર્યો છે. કાર્ની અને બીજા ત્રણ મંત્રીઓને લખેલા સંયુક્ત પત્રમાં આ સંગઠનોએ એવું કહ્યું હતું કે, કોઈપણ નિર્ણય રાજકીય દબાણમાં લેવો યોગ્ય નથી. આ પત્ર રક્ષામંત્રી ગૈઈરી આનંદ સાગરી, ઇમિગ્રેશન મિનિસ્ટર લીના મેટલેજ ડીયાબ અને વિદેશ મંત્રી અનિતા આનંદને પણ મોકલવામાં આવ્યો હતો.
'અમારી ટિકિટ પર જીતેલા ધારાસભ્યોએ અમારી અવગણના કરી'
મહારાષ્ટ્રમાં શિવસેનાના વિવાદ બાબતે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્ય બાગચી અને જસ્ટીસ વી મોહનાની બેચ સમક્ષ ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી એડવોકેટ કપીલ સિબ્બલ અને દેવદત્ત કામતે દલીલો કરી હતી. ઉદ્ધવ જૂથે એકનાથ શિંદે જૂથના દાવાઓને નકારી કાઢીને ચૂંટણી કમિશનના નિર્ણયોને અયોગ્ય ગણાવ્યો હતો. સાથે જ પક્ષ પલ્ટા વિરોધી કાયદો, પક્ષનું બંધારણ અને બંધારણની ૧૦મી કલમની અવગણના કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. સિબ્બલની દલીલ હતી કે, જ્યારે બંને જૂથોએ ચૂંટણી કમિશન સામે અલગ અલગ બંધારણ રજુ કર્યું હતું તો કમિશને મૂળ પક્ષે તૈયાર કરેલા બંધારણને આધાર બનાવવો જોઈતો હતો. શિંદે જૂથે ડેપ્યુટી સ્પિકર સામે એવો કોઇ દસ્તાવેજ રજૂ કર્યો નથી કે જે સાબિત કરી શકે કે એમને પક્ષનું સમર્થન હતું.
'ઉત્તર પ્રદેશની ભ્રષ્ટ બ્યુરોક્રસી માટે કામ કરવા હું અયોગ્ય છું'
ઉત્તર પ્રદેશના બહુ જાણીતા આઇએએસ અધિકારી રિંકુ સિંહ રાહીએ પોતાની કેડર બદલવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. એમણે આ પત્રમાં આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશની ભ્રષ્ટ બ્યુરોક્રસી એમના જેવા જિદ્દી લોકોને સ્વતંત્ર રીતે કામ કરવા દેવા માંગતી નથી. કંટાળીને મારે હવે બીજા રાજ્યની કેડરમાં કામ કરવાની ઇચ્છા છે. રિંકુ સિંહ રાહીએ ડીઓપીટીના સચીવને પત્ર લખીને કેડર બદલવાની માંગણી કરી છે. રાહીએ આ પત્ર સોશ્યલ મીડિયા એક્સ પર પણ મૂક્યો છે. આ પહેલા ૧૭મી ઓગસ્ટે રિંકુ સિંહ રાહીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને ઉત્તર પ્રદેશની શાસકીય વ્યવસ્થા અને અધિકારીઓ પર નિશાન સાધ્યંી હતું. ભ્રષ્ટ લોકોએ એમનું શોષણ કર્યું હોવાનો ઉલ્લેખ પણ એમણે કર્યો હતો. એમણે પોતાનો પગાર અરધો કરવાની માંગણી પણ કરી છે.




