સેન્ટ્રલ લાઇબ્રેરી બાબતે સુપ્રિમ કોર્ટ કડક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સેન્ટ્રલ વિસ્ટા યોજના હેઠળ પ્રસ્તાવિત નવી લાઇબ્રેરી બાબતે સુપ્રિમ કોર્ટે ગંભીર ચિંતા દર્શાવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે મુદ્દો ઉઠાવ્યો હતો કે, હમણાની સેન્ટ્રલ સેક્રેટેરીયેટ લાઇબ્રેરીના લાખો પુસ્તકો નવી જગ્યાએ રાખવા માટે યોગ્ય વ્યવસ્થા થઈ છે કે નહીં. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લગભગ બે લાખ પુસ્તકો દિલ્હીના આર કે પુરમ ખાતે કાર્ટનમાં રાખવામાં આવ્યા છે જે ૨૦૧૧થી હજી સુધી ખોલવામાં આવ્યા નથી. કોર્ટે તમામ પુસ્તકો લાઇબ્રેરીમાં કઈ રીતે રાખવામાં આવશે અને નવા મકાનમાં કેવી સગવડ રાખવામાં આવી છે એની જાણકારી પણ માંગી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વધારાના સોલીસીટર જનરલ ઐશ્વર્યા ભાટીને એમ પણ પૂછયું હતું કે, નવા પ્રસ્તાવીત મકાનમાં કોન્ફરન્સ રૂમ અને બીજી સગવડોની જેમ લાઇબ્રેરીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં.
શું આઝમ ખાન કોંગ્રેસમાં જોડાશે?
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને અપની જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્ય આઝમ ખાનના ઘરે ગયા પછી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોર્ય લગભગ ૪૫ મીનીટ સુધી રામપુર ખાતે આવેલા સિનિયર સમાજવાદી પાર્ટીના નેતાના ઘરે રહ્યા હતા. એમણે આઝમ ખાનના પત્ની ડો. તઝીન ફાત્મા સહિત બીજા કુટુંબીઓની મુલાકાત લીધી હતી. આમ તો આ મુલાકાત કૌટુંબીક હોવાનું કહેવાયું, પરંતુ ઉત્તર પ્રદેશમાં આવી રહેલી ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુલાકાત અગત્યની ગણાય છે. રામપુર પહોંચતા પહેલા સ્વામી પ્રસાદ મોર્ય દિલ્હીમાં રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. એવી વાત થઈ રહી છે કે, તેઓ પોતાના પક્ષને કોંગ્રેેસ સાથે ભેળવી દેશે. આઝમ ખાનના કુટુંબ સાથે મોર્યની મુલાકાત પછી એવી પણ વાત ચાલી રહી છે કે, શું આઝમ ખાન પણ કોંગ્રેસમાં જોડાશે?
ચીરાગ પાસવાને રાહુલ ગાંધીના વખાણ કરવાથી અચંબો
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચીરાગ પાસવાનએ રાહુલ ગાંધીના 'ડીજીટલ સત્યાગ્રહ'ના વખાણ કર્યા છે. રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પોર્ટલ શરૂ કર્યું છે. આ કન્સેપ્ટ ભારતના રાજકારણમાં નવો છે આ પોર્ટલ પર દેશભરમાં વિવિધ બાબતે આંદોલન કરી રહેલા કે વિરોધ કરી રહેલા લોકો કે સંસ્થા આ પોર્ટલ પર પોતાની ફરિયાદ મૂકી શકશે અને એક જ પ્રકારના પ્રશ્નોનો વિરોધ દેશભરમાં કયાં થયો છે એ જાણી શકાશે. ચીરાગ પાસવાન રાહુલના આ નિર્ણયથી ખૂબ ખુશ છે. એમણે કહ્યું હતું કે, 'આ સારી વાત છે. મેં હંમેશા યુવાનો અને ભારતીય નાગરીકોને પોતાની વાત રજૂ કરવા માટે વધુમાં વધુ મંચ ઉપલબ્ધ કરાવવાની વકીલાત કરી છે. મારા જેવી જ વિચારસરણી રાહુલ ગાંધીની છે. રાહુલ ગાંધીએ પોર્ટલનું નામ પણ યોગ્ય જ રાખ્યું છે.'
અટકાયત બાદ નેહા બોરાના ટેકામાં ઇન્ડિયા ગઠબંધન
વિદ્યાર્થી અગ્રણી નેહા બોરાની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર મળ્યા પછી વિરોધ પક્ષના નેતાઓએ પોલીસની કામગીરી પર પ્રશ્નો કર્યા છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનએ નેહાને મુક્ત કરવામાં આવી હોવાના સમાચાર જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો. એમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'નેહાને પોલીસ ગાડીમાં લઈ જવામાં આવી ત્યારે હું ખૂબ ચિંતીત થઈ ગયો હતો. જોકે પોલીસ સ્ટેશને લઈ જઈને છોડી મૂકવામાં આવી એ સારૂ થયું.' એ જ રીતે ઇન્ડિયા ગઠબંધનના બીજા પક્ષ ભારતીય કોમ્યુનીસ્ટ પાર્ટીના મહામંત્રી દિપાંકર ભટ્ટાચાર્યએ નેહાની અટકાયતને અપહરણ સમાન ગણાવી હતી. આ બાબતે એમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો નેહા બોરાના પડખે છે.
કોંગ્રેસ પ્રમુખએ ચૂંટણી વ્યવસ્થા માટે પોતાની શરતો અનિવાર્ય ગણાવી
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ચૂંટણી વ્યવસ્થા માટે પક્ષ તરફથી ત્રણ મુખ્ય માંગણી કરી છે. એમના કહેવા પ્રમાણે આ ત્રણ માંગણીઓ એવી છે જેના પર કોઈ સમાધાન થઈ શકશે નહીં. ત્રણ માંગણીઓમાંની પહેલી માંગણી છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનું રાજીનામું. બીજી માંગણી છે એસઆઇઆર રદ કરવો. ત્રીજી માંગણી છે ચૂંટણી બેલેટ પેપર મારફતે કરાવવી. ખડગેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સાથે મળીને આ ત્રણે માંગણીઓ માટે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં અલગ અલગ જગ્યાએ જે કોઈ લોકો આ બાબતે સંઘર્ષ કરી રહ્યા છે અમે એમની સાથે ઉભા છીએ.
'હું જીવતો રહું કે નહીં, બદલાવ જરૂર આવશે'
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસ (એનસી)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મતદાર યાદીના એસઆઇઆર બાબતે મોટુ નિવેદન આપ્યું છે. એમણે મુખ્ય ચૂંટણી કમિશનરની ટીકા કરીને કહ્યું છે કે કોઈપણ ભારતીય નાગરીકનું નામ મતદાર યાદીમાં દુર કરવાનો એમને અધિકાર નથી. બધાને ખબર હતી કે, મતદાર યાદીમાંથી મતદારોના નામ કઈ રીતે હટાવવામાં આવ્યા. જ્યારે ભારતનું બંધારણ ભારતના નાગરીકોને મત આપવાનો અધિકાર આપે છે તો મતદાર યાદીમાંથી એમને દુર કરવાનો અધિકાર કોઈ પાસે નથી. છતા પણ જ્ઞાાનેશ કુમારે આ પ્રમાણે કર્યું. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનરએ મુસ્લિમોને નિશાન બનાવી એમના નામ મતદાર યાદીમાંથી દુર કર્યા છે. કપિલ સિબ્બલ જેવા જાણીતા વકીલનું નામ પણ મતદાર યાદીમાંથી દુર કરવામાં આવ્યું છે. સત્તામાં બેઠેલાઓ માને છે કે એમને સત્તામાં રહેવાનો અધિકાર છે અને એ માટે એમને મદદ કરી શકે એવા માણસોની જરૂર છે, જોકે હવે સમય બદલાયો છે અને લોકોની હીંમત ખુલી રહી છે.
લખીમપુર હિંસા બાબતે સુપ્રિમ કોર્ટ કડક
સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસને કહ્યું છે કે, ૨૦૨૧ના લખીમપુર ખીરી હિંસા બાબતે સિનિયર અધિકારી સામે મુકાયેલા આરોપો પર ઝડપથી કાર્યવાહી કરે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ કેટલાક કેસો પોતાની પાસે ટ્રાન્સફર કરીને આરોપીઓને છોડી મૂક્યા હતા. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી તેમજ વી મોહનાની બેંચે ઉત્તર પ્રદેશ સરકારને એ પણ કહ્યું હતું કે, આ કેસમાં ટ્રાયલ ચલાવવા માટે ઝડપથી એક નવા સરકારી વકીલની નિમણૂક કરે. બેંચે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસને કહ્યું હતું કે, તપાસ કર્યા પછી સુધારાના જે પગલા લેવામાં આવ્યા છે એ બાબતનો રીપોર્ટ સીલબંધ કવરમાં આપે. પીડીતો તરફથી વકીલ પ્રશાંત ભૂષણએ દલીલો કરી હતી. ભૂષણનું કહેવું હતું કે લખીમપુર ખીરી હિંસાના કેસમાં સિનિયર અધિકારીનો વ્યવહાર શંકાશીલ હતો.




