ખડગેએ નડ્ડાને પત્ર લખી વચન યાદ અપાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : હલદાની ખાતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની સભા પછી કરવામાં આવેલા શુદ્ધિકરણનો વિવાદ હજુ ચાલુ છે. હવે આ બાબતે કોંગ્રેસ પ્રમુખે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. ખડગેએ નડ્ડાને એમણે આપેલા વચનની યાદ આપી છે. નડ્ડાએ કહ્યું હતું કે, શુદ્ધિકરણ કરનારા આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે. ખડગેનો આરોપ છે કે, હજી સુધી એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી. ખડગેએ પત્રમાં લખ્યું છે કે બનાવને ૨૪ દિવસ પસાર થઈ ગયા હોવા છતા આ ઘટના માટે જવાબદાર લોકો કે સંગઠન સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ મુદ્દો મારા વ્યક્તિગત હીત કે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ભૂમિકા કરતા વધુ મોટો છે. કરોડો લોકોની ભાવના આ ઘટના સાથે જોડાયેલી છે.
ભાજપના નેતાએ કરેલા નિવેદનથી
ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે વિવાદ પણ વધવા માંડયો છે. ભાજપના દલીત નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરએ સોશ્યલ મીડિયા પર એક એવી પોસ્ટ લખી છે કે જેને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એમની પોસ્ટને કારણે એવી ચર્ચાએ જોર પકડયું છે કે, એમણે પોતાના પક્ષ વિરુદ્ધ જ લખ્યું છે. કૌશલ કિશોરએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'આજે મારા એક મિત્ર સાથે વાત થઈ રહી હતી તો એમણે કહ્યું કે, બોલ જેટલો ઉપર જવાનો હતો એટલો ચાલ્યો ગયો હવે નીચે આવી રહ્યો છે. નીચે આવવાની સ્પિડ પણ વધતી જાય છે. બોલને નીચે પડતો કોઈ અટકાવી શકશે નહીં.' આ સાથે જ એમણે એક બીજી પોસ્ટ પણ લખીને મૂકી છે કે 'કોઈપણ સંગઠન કે આંદોલન જ્યારે ભટકી જાય છે ત્યારે પડતી થાય છે.' વિચારધારા સાથે જોડાયેલા લોકોની વિશ્વાસ પણ તૂટી જાય છે.' એમ કહેવાય છે કે હવે કૌશલ કિશોરે કોંગ્રેસમાં જવાની તૈયારી કરી લીધી છે.
મતદાર યાદીમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ કઈ રીતે દુર થયું
આમ આદમી પાર્ટીમાંથી ભાજપ સાથે જોડાયેલા યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પંજાબની મતદાર યાદીમાંથી એમનું નામ કમી કરવામાં આવ્યું છે. રાઘવ ચઢ્ઢા પંજાબમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા. ચઢ્ઢાને શંકા છે કે, એમનું નામ કમી કરવા પાછળ પંજાબની આપ સરકાર જવાબદાર છે. ચૂંટણી કમિશનના રેકોર્ડ પ્રમાણે ૧૩ ઓગસ્ટે જાહેર કરવામાં આવેલી પંજાબની મતદાર યાદીમાંથી જે વ્યક્તિઓના નામ દુર કરવામાં આવ્યા હતા એમાં રાઘવ ચઢ્ઢાનું નામ પણ છે. રાઘવ ચઢ્ઢા ૨૦૨૨ના વર્ષમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્ય સભામાં ચૂંટાઈને ગયા હતા. જોકે ચઢ્ઢાના આરોપના જવાબમાં પંજાબ સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, એસઆઇઆરનું કામ ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય સરકારનો એમાં કોઈ હાથ નથી. રાઘવ ચઢ્ઢાના નામની આગળ પરમેનન્ટલી શીફટેડ એટલે કે સ્થાયી રૂપથી સ્થળાંતરીત લખવામાં આવ્યું છે.
છેવટે આકૃતિ ચૌધરી સામે એનએસએ દુર થયો
દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે ગ્રેજ્યુએટ થનાર આકૃતિ ચૌધરી નેશનલ સીક્યુરીટી એક્ટ (એનએસએ) હેઠળ એપ્રિલ ૨૦૨૬થી જેલમાં હતા. નોઇડા ખાતે થયેલા શ્રમિકોના વિરોધ પ્રદર્શન બાબતે એનએસએ હેઠળ ૨૫ વર્ષના આકૃતિની ધરપકડ કરવામાં આવી હતી. એમની ધરપકડને ચેલેન્જ કરનારી અરજીનો સ્વિકાર કરીને અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ અતુલ શ્રીધરન અને જસ્ટીસ અચલ સચદેવની બેંચને લાગ્યું કે એમની ધરપકડ સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલી એક વાર્તા પર આધારીત હતી. કોર્ટે કહ્યું હતું કે જો બીજા કોઈ કેસમાં એમની ધરપકડ જરૂરી નહીં હોય તો એમને તાત્કાલીક છોડી દેવામાં આવે. બીએનએસએસ હેઠળ સરકારે મોકલેલી નોટીસોની ઝીણવટભરી તપાસ કરતા બેંચને લાગ્યું હતું કે ધરપકડની પ્રક્રિયા ખામીવાળી છે.
તેજસ્વી યાદવએ પ્રશાંત કિશોરને મંગલ પાડેય સાથેનો સંબંધ પૂછયો
બિહાર વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ ડસ્ટબીન ગોટાળામાં એમનું નામ ઉછાળવા માટે જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર સામે નિશાન તાક્યું છે. એમણે પ્રશાંત કિશોરને પૂછ્યું છે કે, ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા મંગલ પાડેય સાથે એમને કેવો સંબંધ છે? પોતાના પર મૂકવામાં આવેલા ડસ્ટબીન ગોટાળાના આરોપને તેજસ્વી યાદવે નકાર્યા છે. એમણે કહ્યું હતું કે જો એમણે ગોટાળો કર્યો હોત તો ઇડી અને સીબીઆઇ જેવી કેન્દ્રની એજન્સીઓ પહેલેથી જ એમને સંકજામાં લેતે. સરકારી હોસ્પિટલોમાં ડસ્ટબીન ખરીદીના ગોટાળા માટે પ્રશાંત કિશોરે મંગલ પાડેય સાથે તેજસ્વી યાદવની તપાસ કરવાની માંગણી કરી હતી. તેજસ્વીના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર કરનારાઓને બચાવવા માટે એમનું નામ આગળ કરવામાં આવે છે.
સીજેપીના સ્થાપકની ડિગ્રીનો વિવાદ વધ્યો
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેના અભ્યાસ બાબતનો વિવાદ વકર્યો છે. એક પોડકાસ્ટરના કહેવા પ્રમાણે બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા એમના એક મિત્રએ કહ્યું છે કે યુનિવર્સિટીમાં દિપકેના ગ્રેજ્યુએશનનો કોઈ રેકોર્ડ નથી. પોડકાસ્ટના આ એપીસોડમાં એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂક પણ હાજર હતા. બોસ્ટન યુનિવર્સિટીમાં ભણનાર મિત્ર જંતર મંતર ખાતે સીજેપીના વિરોધ પ્રદર્શનમાં પણ હાજર રહ્યા હતા. સોનમ વાંગચૂકે પણ સ્વિકાર્યું હતું કે, અભિજીત દિપકેના અભ્યાસ વિશેની જાણકારી બોસ્ટન યુનિવર્સિટીના રેકોર્ડ પરથી મળતી નથી. જોકે અભિજીત દિપકેએ સોશ્યલ મીડિયા એક્સ પર આક્ષેપનો જવાબ આપીને લખ્યું હતું કે, 'એમા મારો વાંક નથી કે તમારા મિત્રોને ગ્રેજ્યુએશન ઇવેન્સ્ટમાં બોલાવવામાં આવ્યા નહોતા.' બોસ્ટન યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પોતે હાજર હોવાનો વીડિયો પણ એમણે મૂક્યો હતો.
અસીમ મુનીર સામે શહબાઝ લાચાર
પાકિસ્તાનમાં આજકાલ આર્મી ચીફ સામે બોલતા સૌ કોઈ ડરે છે ત્યારે જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (જેયુએલએફ)ના હેડ મૌલાના ફઝલુર રહેમાનએ પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીરની ઝાટકણી કાઢી છે. પાકિસ્તાનના સૌથી સિનિયર સાંસદ રહેમાનએ અસીમ મુનીરની વધતી તાકાત વિશે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત વિરોધપક્ષોની બેઠકમાં એમણે સાફ કહ્યું છે કે, પાકિસ્તાનમાં હવે શહબાઝ શરીફની સરકારની કોઈ હેસિયત રહી નથી. બધી જ સત્તા મુનીરને સોંપી દેવામાં આવી છે. 'મૌલાના ડીઝલ' કહેવાતા ફઝલુર રહેમાનએ કહ્યું હતું કે, ફેડરલ સરકારની તમામ સત્તા એક એક કરીને અસીમ મુનીરને સોંપવામાં આવી રહી છે. આર્મી, નેવી અને એરફોર્સમાં નિમણૂક કરવાના નિયમોમાં પણ ફેરફાર થયા છે. રજા મંજૂર કરવાની સત્તા પહેલા સરકાર પાસે હતી એ હવે ફીલ્ડ માર્શલને આપી દેવામાં આવી છે.




