Gujarat

વાપી GIDCમાં ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના, બે કર્મચારીના ઘટનાસ્થળે જ મોત, 1ની હાલત ગંભીર

By GS Team
6 Dec 20231 min read
This article was originally published on 6 Dec 2023
TukuTouch Logo
Vapi Gas Leakag News | રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી GIDCમાં ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના, બે કર્મચારીના ઘટનાસ્થળે જ મોત, 1ની હાલત ગંભીર

Vapi Gas Leakag News | રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

ત્રીજાની હાલત ગંભીર 

માહિતી અનુસાર વાપી GIDCમાં સરના કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ઘટના સમયે ત્રણ કર્મચારીઓ જ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે ત્રીજાની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.