Dang

VIDEO| ડાંગ: અતિભારે વરસાદથી ખાપરી નદીમાં પાણીના સ્તરમાં વધારો, ચેકડેમના કોઝ-વે પર ફસાયેલા 41 મજૂરોનું રેસ્ક્યૂ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે વઘઈ અને સુબીર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખાપરી નદી પરના ચેકડેમમાં જળસ્તર વધતા કોઝ-વે પર ફસાયેલા 41 મજૂરોને પોલીસ અને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા. તમામ મજૂરોની મેડિકલ તપાસ બાદ ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| ડાંગ: અતિભારે વરસાદથી ખાપરી નદીમાં પાણીના સ્તરમાં વધારો, ચેકડેમના કોઝ-વે પર ફસાયેલા 41 મજૂરોનું રેસ્ક્યૂ

Dang News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લાના વઘઈ અને સુબીર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આમ, અતિભારે વરસાદી માહોલને લઈને જિલ્લામાં આવેલા નદી-નાળા અને ડેમ-ચેકડેમમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ખાપરી નદી પર બનતા ચેકડેમમાં પાણીના સ્તરમાં વધારો થતાં કોઝ-વે પર ફસાયેલા 41 મજૂરો જેટલાં મજૂરોને પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.

ડાંગમાં ચેકડેમના કોઝ-વે પર ફસાયેલા 41 મજૂરોનું રેસ્ક્યૂ

મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. 3 જુલાઈના રોજ ડાંગના વઘઈ સહિત અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે નદી-નાળા અને ડેમમાં વરસાદી પાણીના નવા નીર આવ્યા છે. આ સ્થિતિમાં ખાપરી નદી પર બનતા ચેકડેમમાં પાણીના સ્તરમાં વધારો થતાં કોઝ-વે પર 41 મજૂરો ફસાયા હોવાની માહિતી મળતી તંત્ર દોડતું થયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 6 સિસ્ટમ એક્ટિવ, 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

કોઝ-વે પર મજૂરો ફસાયાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ જવાનો અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 41 મજૂરોને સુરક્ષિત રીતે બચાવ્યા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

GujaratSamachar-2026-07-03T223919.744-ezgif.com-optimize.gif