Astro

વાંચો તમારું 18 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને સુસ્તી અને બેચેનીનો અનુભવ થશે, જ્યારે કન્યા રાશિના લોકોને કાર્યક્ષેત્રે બઢતી-બદલીના યોગ છે. તુલા રાશિના જાતકોને બેંક, વીમા અને શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે. ધન રાશિના લોકોએ રાજકીય-સરકારી કામમાં ઉતાવળ ટાળવી. મીન રાશિના લોકોને નોકરી-ધંધાના કામમાં બહારગામ જવાનો યોગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 18 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયત સાચવવી પડે. કામકાજ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃષભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મિથુન : નોકરી-ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે. ખર્ચ-ખરીદી જણાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામ કરવું.
સિંહ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન સાચવવામાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામ અંગે, ભાઈભાંડુ ના કામ અંગે વ્યસ્તતા જણાય. બઢતી-બદલીના કામ થાય.
તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવાર મદદરૂપ થાય.
વૃશ્ચિક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંસ્થાકીય કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
ધન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ જણાય.
મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંતાનનો સાથ-સહકાર મળતાં રાહત રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ખર્ચ જણાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવામાં ધ્યાન રાખવું પડે. બપોર પછી થોડી રાહત થતી જાય.
અગ્નિદત્ત પદમનાભ