Dang

ડાંગ: આહવા–વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર ખાપરી નદીમાં ખાબકતાં અધિક કલેક્ટર સહિત બેના મોત

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
ડાંગના આહવા-વઘઈ રોડ પર આજે વહેલી સવારે કાર ખાપરી નદીમાં 35 ફૂટ નીચે ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કાર અનિયંત્રિત થઈ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં અધિક કલેક્ટર સહિત 2ના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે ક્રેન વડે કાર બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાંગ: આહવા–વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર ખાપરી નદીમાં ખાબકતાં અધિક કલેક્ટર સહિત બેના મોત

Dang Road Accident: ડાંગ જિલ્લાના આહવા–વઘઈ રોડ પર આજે (ઓક્ટોબર) વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક કાર અનિયંત્રિત થઈને માર્ગની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

રેલિંગ તોડી કાર 35 ફૂટ નીચે ખાપરી નદીમાં પડી

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આહવા-વઘઈ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રેલિંગ તોડીને નીચે વહેતી ખાપરી નદીમાં આશરે 35 ફૂટ ઊંડે ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર સંદીપ એન. ડામોર (અધિક કલેક્ટર) અને શૈલેષ ડી. ગરાસિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે સોનુ બી. બારિયા (નાયબ મામલતદાર)ના બચાવ થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત સોનુભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ

ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નદીના ઊંડાણમાંથી કારને બહાર કાઢવા માટે પોલીસે તાત્કાલિક ક્રેનની મદદ લીધી હતી. ક્રેન મારફતે કૂચડો બની ગયેલી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.