Daily Current Affairs

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન, 15 મેડલ સાથે અભિયાન પૂર્ણ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 સ્ટેજ 3 સ્પર્ધામાં ભારતે 15 મેડલ જીતી ઇતિહાસ રચ્યો. ભારતે 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. ભારતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન, 15 મેડલ સાથે અભિયાન પૂર્ણ

ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 9 સપ્ટેમ્બર 2026ના રોજ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 સ્ટેજ 3 ની સ્પર્ધામાં ભારતે 15 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. આ મેડલ ટેલીમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સામેલ છે. કમ્પાઉન્ડ (Compound) અને રિકર્વ (Recurve) તીરંદાજી સ્પર્ધાના બે મુખ્ય ધનુષ વિભાગ (Bow Divisions) હોય છે જ્યારે W1 કેટેગરી એવા પેરા-એથ્લેટ્સ માટેનું વર્ગીકરણ છે જેમના ઉપલા અને નીચલા બંને અંગોમાં શારીરિક અસમર્થતા (Impairment) હોય.

વૈશ્વિક પેરા આર્ચરી સિરીઝ

 વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ એ વર્લ્ડ આર્ચરી હેઠળ યોજાતી આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરી સ્પર્ધા છે. અમદાવાદમાં યોજાયેલ 2026 સ્ટેજ 3 ઇવેન્ટ એ ભારત દ્વારા હોસ્ટ કરાયેલ પ્રથમ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ટૂર્નામેન્ટ હતી. 

ભારતના મેડલ વિજેતાઓની યાદી

1. સુવર્ણ પદક (Gold Medals)

  • પુરુષ કમ્પાઉન્ડ ટીમ: તોમન કુમાર અને શ્યામ સુંદર સ્વામીની જોડીએ ઈરાકની ટીમને 152-139 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
  • મહિલા કમ્પાઉન્ડ ટીમ: 19 વર્ષીય શીતલ દેવીએ શૂટ-ઓફમાં કઝાકિસ્તાનની આઈઝાડા સેઇદાનને 10-9થી હરાવી હતી. 
  • પુરુષ રિકર્વ ટીમ: હરવિંદર સિંહ અને વિજય સુંડીની જોડીએ સ્લોવાકિયાની ટીમને 6-2 થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • મિશ્ર રિકર્વ ટીમ: હરવિંદર સિંહ અને ભાવના 

2. રજત પદક (Silver Medals)

  • મહિલા રિકર્વ ટીમ: ભાવના અને પૂજાની જોડીએ રજત પદક મેળવ્યો (ફાઇનલમાં ચીન સામે પરાજય).
  • મિકસ્ડ ટીમ W1 કેટેગરી: સ્વાતિ ચૌધરી અને આદિલ મોહમ્મદ નઝીર અંસારીની જોડીએ સિલ્વર મેડલ જીત્યો.
  • વિઝ્યુઅલી ઇમ્પેયર્ડ-1 વ્યક્તિગત: તન્વી પ્રવીણ ઇંગલે 

3. કાંસ્ય પદક (Bronze Medals)

  • W1 મહિલા વ્યક્તિગત: સ્વાતિ ચૌધરીએ એલેના ક્રુતોવાને 6-2 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
  • W1 પુરુષ ટીમ: આદિલ મોહમ્મદ નઝીર અંસારી અને વિનાયક અમોલ બ્રીડ 
  • W1 મહિલા ટીમ: સ્વાતી ચૌધરી અને વસુંધરા તિઓટિયા 
  • કમ્પાઉન્ડ મિશ્ર ટીમ: શીતલ દેવી અને તોમન કુમાર 
  • મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત: સારિતા 
  • પુરુષ કમ્પાઉન્ડ વ્યક્તિગત: તોમન કુમાર 
  • વિઝ્યુઅલી ઈમ્પેર્ડ-1 કેટેગરી: યુગલ ગર્ગે બ્રોન્ઝ મેડલ મેળવ્યો 
  • મહિલા રિકર્વ વ્યક્તિગત: ભાવના 

સંભવિત પ્રશ્ન

પ્રશ્ન 1: ‘વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ સ્ટેજ-3 2026’માં ભારતીય પેરા તીરંદાજોએ કેટલા સુવર્ણ અને રજત પદક જીત્યા?

(A) 1 સુવર્ણ અને 3 રજત

(B) 2 સુવર્ણ અને 2 રજત

(C) 2 સુવર્ણ અને 3 રજત

(D) 4 સુવર્ણ અને 3 રજત