Daily Current Affairs

વિક્ટિમ રાઇટ્સ સેન્ટર પટના: પીડિતોને કાનૂની અધિકારો અને સહાય માટે દેશનું પ્રથમ કેન્દ્ર

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
પટનામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યા કાંતે દેશના પ્રથમ 'વિક્ટિમ રાઇટ્સ સેન્ટર'નું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર પીડિતોને કાનૂની સહાય, મનોવૈજ્ઞાનિક સહાય અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ એક જ છત નીચે પૂરી પાડશે. CJIએ ભારપૂર્વક જણાવ્યું કે ન્યાય પ્રણાલીએ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવું જોઈએ, કારણ કે ઘણા પીડિતો તેમના કાનૂની અધિકારોથી અજાણ હોય છે. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વિક્ટિમ રાઇટ્સ સેન્ટર પટના: પીડિતોને કાનૂની અધિકારો અને સહાય માટે દેશનું પ્રથમ કેન્દ્ર

ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) જસ્ટિસ સૂર્યા કાંત દ્વારા પટના ખાતે દેશના સૌપ્રથમ 'વિક્ટિમ રાઇટ્સ સેન્ટર' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે CJI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલીએ લોકો મદદ માગે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો સુધી પોતે પહોંચવું જોઈએ, કારણ કે ઘણા પીડિતો પોતાના કાનૂની અધિકારોથી અજાણ હોય છે.

આ કેન્દ્ર પીડિત-કેન્દ્રિત કેસ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે કામ કરશે, જે પીડિતોને કેસના વિવિધ તબક્કે તેમના કાનૂની અધિકારો મેળવવામાં મદદ કરશે. એક જ છત નીચે કાનૂની સહાય, મનોવૈજ્ઞાનિક સહાય અને કાઉન્સેલિંગ જેવા તમામ સુવિધાઓ મળશે. વિવિધ તબક્કાઓ માટે ચોક્કસ સમયસીમા નક્કી કરવામાં આવશે તેમજ નિયમિત રિવ્યુ હાથ ધરવામાં આવશે. 

અન્ય મહત્વપૂર્ણ લોન્ચિંગ

આ જ કાર્યક્રમ દરમિયાન ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને છેવાડાના લોકો સુધી કાનૂની સેવાઓ પહોંચાડવા માટે ખાસ વાહનોને લીલી ઝંડી દર્શાવી રવાના કરવામાં આવ્યા છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: દેશના સૌપ્રથમ ‘વિક્ટિમ રાઇટ્સ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

(A) રાંચી
(B) પટના
(C) લખનઉ
(D) ભુવનેશ્વર