TTDI 2026: પ્રવાસન વિકાસ સૂચકાંકમાં ભારતની 9 સ્થાનની છલાંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

25 સપ્ટેમ્બર 2026 ના રોજ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા 'ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (TTDI) 2026' જાહેર કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં 110 દેશો/અર્થતંત્રોનું આકલન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 31મો ક્રમ હાંસલ કર્યો છે. ભારતે વર્ષ 2024 ના ઈન્ડેક્સમાં 39મા ક્રમથી 9 સ્થાનનો સુધારો કરીને 2026 માં 31મું સ્થાન મેળવ્યું છે.
ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ વિશે
ઝુરિચ ઈન્સ્યોરન્સ ગ્રુપના સહયોગથી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા આ ઇન્ડેક્સનું પ્રકાશન કરવામાં આવે છે. આ ઈન્ડેક્સ માત્ર પ્રવાસીઓની સંખ્યા કે ખર્ચના આધારે નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રના લાંબા ગાળાના, ટકાઉ (Sustainable) અને સ્થિતિસ્થાપક (Resilient) વિકાસને ટેકો આપતા વિવિધ પરિબળોનું મૂલ્યાંકન કરે છે.
ઈન્ડેક્સ 2026 માં મુખ્ય રેન્કિંગ અને દેશો
વર્ષ 2026 ના ઇન્ડેક્સમાં 1st ક્રમે જાપાન આવેલ છે આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સએ 2nd, સ્પેન 3rd અને ઓસ્ટ્રેલિયા 4th ક્રમે છે. જ્યારે ભારત એ 9 સ્થાનનો સુધારો કરીને 2026 માં 31મું સ્થાન મેળવ્યું છે.
ભારતના સુધારાના મુખ્ય કારણો
- કોસ્ટ કોમ્પેટિટિવનેસ : પરવડે તેવો પ્રવાસ ખર્ચ, વાજબી કિંમતો અને સેવાઓનું યોગ્ય મૂલ્ય.
- સાંસ્કૃતિક સંસાધનો : સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, તહેવારો અને મ્યુઝિયમ્સ.
- ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: પરિવહન સુવિધા, રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને પ્રવાસી સુવિધાઓ.
- બિઝનેસ ટ્રાવેલ ફેસિલિટીઝ: કોર્પોરેટ પ્રવાસ માટે કોન્ફરન્સ સેન્ટર્સ, ઉત્તમ કનેક્ટિવિટી અને સંબંધિત સેવાઓ.
ચિંતાના વિષયો અને પડકારો
ભારતે હજુ પણ ટુરિઝમ સેવાઓ, સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણીય ટકાઉપણું અને વર્કફોર્સ સ્કિલ્સ (કૌશલ્ય) ના ક્ષેત્રે સુધારો કરવાની જરૂર છે.




