Daily Current Affairs

તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ 2024ની જાહેરાત, 4 સાહસિકોને રાષ્ટ્રીય સન્માન

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
સરકારે 2024 માટે 'તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ' જાહેર કર્યા છે. સાહસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ આ પુરસ્કારો અપાય છે. લેન્ડ, વોટર, એર અને લાઇફટાઈમ અચીવમેન્ટ શ્રેણીઓમાં વિજેતાઓને 15 લાખ રૂપિયા, પ્રમાણપત્ર અને સ્ટેચ્યુએટ મળે છે. બલજીત કૌર, સ્કાલઝંગ રિગઝિન, રીમો સાહા અને શિવ પ્રસાદ ચમોલી સન્માનિત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ 2024ની જાહેરાત, 4 સાહસિકોને રાષ્ટ્રીય સન્માન

સરકાર દ્વારા વર્ષ 2024 માટે 'તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ' ની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારો સાહસ ક્ષેત્રમાં વ્યક્તિઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે અને પડકારજનક પરિસ્થિતિઓમાં સહનશક્તિ, જોખમ લેવાની ક્ષમતા, ટીમવર્ક તથા ઝડપી અને અસરકારક નિર્ણય લેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. 

તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ

ભારત સરકાર દ્વારા સાહસિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિ બદલ આપવામાં આવતું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. આ પુરસ્કાર સાહસિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ માટે મુખ્યત્વે ચાર શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમાં લેન્ડ એડવેન્ચર, વોટર એડવેન્ચર, એર એડવેન્ચર અને લાઈફટાઈમ અચીવમેન્ટનો સમાવેશ થાય છે. વિજેતાને એક સ્ટેચ્યુએટ (પ્રતિમા), પ્રમાણપત્ર અને 15 લાખ રૂપિયાની પુરસ્કાર રકમથી સન્માનિત કરવામાં આવે છે.

વર્ષ 2024 એવોર્ડની શ્રેણીઓ અને વિજેતાઓ

  • લેન્ડ એડવેન્ચર: બલજીત કૌર અને સ્કાલઝંગ રિગઝિન.
  • વોટર એડવેન્ચર: રીમો સાહા.
  • લાઇફ ટાઇમ અચીવમેન્ટ: શિવ પ્રસાદ ચમોલી.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: નીચેની પૈકી કઈ ચાર શ્રેણીઓ 'તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ્સ' સાથે સંબંધિત છે?

(A) લેન્ડ, વોટર, એર અને લાઇફટાઈમ અચીવમેન્ટ
(B) લેન્ડ, ફાયર, એર અને લાઇફટાઈમ અચીવમેન્ટ
(C) વોટર, ફાયર, સ્પેસ અને લાઇફટાઈમ અચીવમેન્ટ
(D) લેન્ડ, વોટર, સ્પેસ અને યુથ અચીવમેન્ટ