Daily Current Affairs

દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતમાં TED પહેલ, 8,925 માછીમારોને મફત ડિવાઇસ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ, ગુજરાતમાં પ્રથમવાર 8,925 માછીમારોને 100% સરકારી સહાયથી મફત ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) અપાશે. ₹20.96 કરોડનો આ પ્રોજેક્ટ દરિયાઈ જૈવવિવિધતાનું રક્ષણ કરશે. આ TED, જે ICAR-CIFT કોચી દ્વારા વિકસિત છે, તે અમેરિકાના NOAA ધોરણો મુજબ કાચબાને જાળમાંથી બહાર નીકળવાનો માર્ગ આપશે. આનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ગુજરાતના સીફૂડની નિકાસ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતમાં TED પહેલ, 8,925 માછીમારોને મફત ડિવાઇસ

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ અને ભારતના સીફૂડ નિકાસને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર, રાજ્ય સરકાર માછીમારોની ફિશિંગ નેટમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) લગાવશે.

મુખ્ય મુદ્દા:

  • આ પહેલ હેઠળ, રાજ્યભરના 8,925 માછીમારોને ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) 100% સરકારી સહાય સાથે સંપૂર્ણ મફત આપવામાં આવશે.
  • ₹20.96 કરોડના આ પ્રોજેક્ટથી દરિયાઈ જૈવવિવિધતાનું રક્ષણ થશે અને ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારોમાં વધુ તકો ઊભી થશે.
  • ભારત સરકારે ગુજરાત માટે 8,925 TED યુનિટ મંજૂર કર્યા છે  જે દેશના કોઈપણ રાજ્ય માટે સૌથી વધુ સંખ્યા છે.

TED શું છે અને શા માટે જરૂરી:

  • ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT), કોચી દ્વારા વિકસિત આ ખાસ મોડેલ, અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન  (NOAA)ના વૈશ્વિક ધોરણો અનુસાર બનાવવામાં આવ્યું છે.
  • TED એ ઝીંગા (shrimp) ટ્રોલ નેટમાં ફિટ કરવામાં આવતું ખાસ મિકેનિઝમ છે, તે ઝીંગાને નેટમાં જ રહેવા દે છે, જ્યારે દરિયાઈ કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને એક્ઝિટ ફ્લેપ દ્વારા સુરક્ષિત રીતે બહાર નીકળવાનો રસ્તો આપે છે જેનાથી માછીમારીની પ્રક્રિયા દરમિયાન દરિયાઈ કાચબાના મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થશે.

નિકાસ પર અસર

  • તાજેતરના વર્ષોમાં, અમેરિકાએ દરિયાઈ કાચબાની સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે ભારતમાંથી વાઈલ્ડ-કેચ (જંગલી) ઝીંગાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. TEDના ઉપયોગથી આ જોખમ ઘટશે અને નિકાસ માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો મેળવવાનું સરળ બનશે, જેનાથી ગુજરાતની અમેરિકા અને અન્ય વૈશ્વિક બજારોમાં ઝીંગા નિકાસ વધવાની અને માછીમારો તથા સીફૂડ નિકાસકારોની આવક વધવાની અપેક્ષા છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન

પ્રશ્ન 1: ‘Bycatch’ શબ્દનો માછીમારીના સંદર્ભમાં સૌથી યોગ્ય અર્થ કયો છે?

(A) માછીમારીમાં માત્ર લક્ષિત પ્રજાતિઓનું પકડાવું
(B) લક્ષિત પ્રજાતિ સિવાયની અનિચ્છનીય પ્રજાતિઓનું પણ જાળમાં ફસાઈ જવું
(C) માછીમારી પહેલાં માછલીઓને છોડવી
(D) માત્ર માછલીની ખેતી કરવી