SIOFA કરાર: દક્ષિણ હિંદ મહાસાગરમાં મત્સ્યસંપત્તિના ટકાઉ ઉપયોગ માટે ભારત પૂર્ણ સભ્ય બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકારે દક્ષિણ હિંદ મહાસાગર મત્સ્યપાલન કરાર (SIOFA) માં ભારતના સત્તાવાર જોડાણને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લા સમુદ્રમાં ભારતીય મત્સ્યોદ્યોગની હાજરી મજબૂત કરવાનો, ઉચ્ચ મૂલ્ય ધરાવતી દરિયાઈ સંપત્તિ સુધી પહોંચ વિસ્તારવાનો અને વૈશ્વિક ફિશરીઝ ગવર્નન્સમાં ભારતની ભાગીદારી વધારવાનો છે. આ પગલું ડિસેમ્બર 2025 માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી 'ગાઇડલાઇન્સ ફોર હાઇ સીઝ ફિશરીઝ' સાથે સુસંગત છે.
યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS)
UNCLOS એ સમુદ્રો અને મહાસાગરોના ઉપયોગ, દરિયાઈ સીમાઓ, કુદરતી સંસાધનો તથા દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય કાયદાઓનો વ્યાપક કરાર છે. તેને ‘મહાસાગરોનું બંધારણ’ પણ કહેવામાં આવે છે.
UNCLOS દરિયાકાંઠાના દેશોની સાર્વભૌમત્વ અને અધિકારો નક્કી કરવા માટે સમુદ્રને મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત કરે છે:
- આંતરિક પાણી (Internal Waters): દરિયાકાંઠાની બેઝલાઇનની અંદરનો ભાગ, જ્યાં દેશનો સંપૂર્ણ અધિકાર હોય છે.
- પ્રાદેશિક સમુદ્ર (Territorial Sea): બેઝલાઇનથી 12 નોટિકલ માઈલ સુધીનું ક્ષેત્ર. અહીં દેશની સંપૂર્ણ સાર્વભૌમત્વ રહે છે, પરંતુ અન્ય દેશોના જહાજોને 'શાંતિપૂર્ણ પસાર થવાનો' અધિકાર છે.
- નિકટવર્તી ક્ષેત્ર (Contiguous Zone): પ્રાદેશિક સમુદ્રની સીમાથી આગળ વધુ 12 નોટિકલ માઈલ (એટલે કે બેઝલાઇનથી કુલ 24 નોટિકલ માઈલ) સુધી. અહીં દેશ કસ્ટમ્સ, કરવેરા, ઇમિગ્રેશન અને સેનિટરી વગેરે કાયદાઓ લાગુ કરી શકે છે.
- વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ): બેઝલાઇનથી 200 નોટિકલ માઈલ સુધીનું ક્ષેત્ર. અહીં દેશને દરિયાઈ સંસાધનો (જેવા કે માછીમારી, ખનીજ, તેલ અને કુદરતી ગેસ) ની શોધખોળ અને ઉપયોગ કરવાનો વિશેષ આર્થિક અધિકાર મળે છે.
- ખુલ્લું સમુદ્ર (High Seas): 200 નોટિકલ માઈલથી આગળનો સમુદ્રનો ભાગ કોઈ એક દેશના અંકુશમાં નથી હોતો; તે તમામ રાષ્ટ્રો માટે સમાનરૂપે ખુલ્લો હોય છે.

ભારતીય મત્સ્યોદ્યોગની વર્તમાન સ્થિતિ અને જરૂરિયાત
વર્તમાન સમયમાં ભારતીય માછીમારી જહાજો મુખ્યત્વે ભારત દેશના દરિયાકાંઠાથી 60 થી 80 નોટિકલ માઇલ્સ ની અંદર જ કામગીરી કરે છે. હાઇ સીઝ ક્ષેત્રમાં ક્ષમતા વધારવી એ ભારતના બ્લુ ઇકોનોમી વિઝન અને આર્થિક વૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
સાઉથર્ન ઇન્ડિયન ઓસિયન ફિશરીઝ એગ્રીમેન્ટ
દક્ષિણ હિંદ મહાસાગર મત્સ્યપાલન કરાર (SIOFA) એ દક્ષિણ હિંદ મહાસાગરમાં ટુના સિવાયની અન્ય દરિયાઈ માછલીઓ, મોલસ્ક, ક્રેસ્ટેશિયન વગેરે દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવા તથા મત્સ્યસંપત્તિનો ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે રચાયેલો આંતરરાષ્ટ્રીય કરાર છે.
- ઇન્ડિયન ઓસિયન ટુના કમિશન (IOTC): આ એગ્રીમેન્ટ ટુના અને ટુના જેવી અતિ-સ્થળાંતરિત પ્રજાતિઓનું સંચાલન કરે છે (ભારત 1996 થી એનું સભ્ય છે).
SIOFA ક્ષેત્રમાં હવે ભારતના ધ્વજ હેઠળના માછીમારી જહાજો અને સાહસિકો સ્કવિડ, ટૂથફિશ , અલ્ફોન્સિનો અને અન્ય બિન-સ્થળાંતરિત મત્સ્ય પ્રજાતિઓની અધિકૃત માછીમારી કરી શકશે.
આ જોડાણથી ગેરકાયદેસર, બિન-અહેવાલિત અને અનિયંત્રિત (IUU - Illegal, Unreported and Unregulated) માછીમારી અટકાવવાના પ્રયાસોને બળ મળશે.
SIOFA હેઠળ અપનાવવામાં આવેલી હાઇ સીઝ બોર્ડિંગ અને નિરીક્ષણ (HSBI) સ્કીમમાં સક્રિય ભાગીદારી દ્વારા પ્રાદેશિક દરિયાઈ સહયોગ અને દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બનશે.
ભારત 2022 થી SIOFA નું કૂપરેટિંગ નોન-કોન્ટ્રાક્ટિંગ પાર્ટી (CNCP) હતું, જેના કારણે નિર્ણય લેવાની પ્રક્રિયાઓ (સાયન્ટિફિક અને કમ્પ્લાયન્સ કમિટી) માં ભારતની ભાગીદારી મર્યાદિત હતી. હવે પૂર્ણ સભ્ય બનવાથી ભારતને વૈજ્ઞાનિક ડેટા અને નિર્ણય શક્તિનો સંપૂર્ણ લાભ મળશે.




