Daily Current Affairs

OJ 287 બ્લેઝાર : ARIES નૈનિતાલના નેતૃત્વમાં 18 દેશોના 106 વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો 10 વર્ષનો વિશાળ ડેટાસેટ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતની ARIES સંસ્થાના ડૉ. આલોક સી. ગુપ્તાના નેતૃત્વમાં 18 દેશોના 106 વૈજ્ઞાનિકોએ 10 વર્ષ (2015-2025) સુધી OJ 287 નામના અનોખા બ્લેઝારનો અભ્યાસ કર્યો. પૃથ્વીથી 4 અબજ પ્રકાશવર્ષ દૂર આવેલા આ બ્લેઝારના કેન્દ્રમાં બે સુપરમેસિવ બ્લેક હોલ છે. આ અભ્યાસ દ્વારા સૌથી વિસ્તૃત ઓપ્ટિકલ ટાઇમ-સિરીઝ ડેટા તૈયાર કરાયો છે, જે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

OJ 287 બ્લેઝાર : ARIES નૈનિતાલના નેતૃત્વમાં 18 દેશોના 106 વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો 10 વર્ષનો વિશાળ ડેટાસેટ

ભારતની ARIES (આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ, નૈનિતાલl) સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. આલોક સી. ગુપ્તાના નેતૃત્વ હેઠળ 18 દેશોના 106 વૈજ્ઞાનિકો દ્વારા OJ 287 નામના અનોખા બ્લેઝાર (Blazar) નો 10 વર્ષ સુધી (2015-2025) અભ્યાસ કરીને એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ડેટાસેટ તૈયાર કરવામાં આવ્યો છે. 

OJ 287 શું છે?

પૃથ્વીથી લગભગ 4 અબજ પ્રકાશવર્ષ દૂર આવેલ એક બ્લેઝાર છે, જે તેના કેન્દ્રમાંથી પૃથ્વીની દિશામાં પ્રકાશની ઝડપની નજીકની ગતિએ પ્લાઝમા જેટ્સ ફેંકે છે. આ સિસ્ટમના કેન્દ્રમાં બે સુપરમેસિવ બ્લેક હોલ આવેલા છે, જે દર 12 વર્ષે એકબીજાની પરિક્રમા પૂર્ણ કરે છે.

  • બ્લેઝાર એ એક અત્યંત તેજસ્વી અને સક્રિય ગેલેક્સીનું કેન્દ્ર છે, જેના કેન્દ્રમાં રહેલું સુપરમેસિવ બ્લેક હોલ (સૂર્ય કરતાં લાખોથી અબજો ગણું દ્રવ્યમાન ધરાવતા બ્લેક હોલ) આસપાસના પદાર્થને શોષી રહ્યું હોય છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જાવાન કિરણોનો જેટ પૃથ્વીની દિશામાં હોય ત્યારે તે બ્લેઝાર તરીકે દેખાય છે. તેથી બ્લેઝારની તેજસ્વિતા ખૂબ જ વધારે અને તેમાં ઝડપથી ફેરફાર જોવા મળે છે. અર્થાત, પૃથ્વીની દિશામાં ઊર્જાવાન જેટ ધરાવતું સક્રિય ગેલેક્સી કેન્દ્ર (AGN), જે અત્યંત તેજસ્વી દેખાય છે, તેને બ્લેઝાર કહે છે. 

અભ્યાસના મુખ્ય તથ્યો અને સંશોધન પરિણામો

સૌથી વિસ્તૃત ઓપ્ટિકલ ટાઇમ-સિરીઝ ડેટા: છેલ્લા 150 વર્ષના ઇતિહાસમાં OJ 287 નો આ સૌથી મોટો અને સતત મેળવેલો ઓપ્ટિકલ ડેટાસેટ છે, જેને 24 જેટલી ટેલિસ્કોપિક સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય બ્લેક હોલનું દ્રવ્યમાન: અમેરિકાની સ્ટેવર્ડ ઓબ્ઝર્વેટરીના સ્પેક્ટ્રા અનુસાર, [O III] એમિશન લાઇન વિડ્થના આધારે તેના કેન્દ્રીય બ્લેક હોલનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાન કરતાં ઓછામાં ઓછું 3.89 અબજ ગણું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

મલ્ટિમેસેન્જર એસ્ટ્રોનોમી: આ સંશોધન માત્ર બાઈનરી પ્રકૃતિ પૂરતું સીમિત ન રહેતાં, પ્રકાશ, ગુરુત્વાકર્ષણીય તરંગો, ન્યુટ્રિનો અને કોસ્મિક કિરણો જેવા વિભિન્ન સંકેતોને એકસાથે સમજીને બ્રહ્માંડના ગુપ્ત રહસ્યો ઉકેલવામાં મદદરૂપ થશે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: OJ 287 શું છે?

(A) એક ગ્રહ
(B) એક તારાવિશ્વ
(C) એક બ્લેઝાર
(D) એક ન્યુટ્રોન તારો