ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર માટે 'મલ્હાર 2026' સંગીત ઉત્સવનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા નવી દિલ્હી ખાતે 'અંતર હૃદય કનેક્ટ' ના ઉપક્રમે આયોજિત 'મલ્હાર 2026' નામના ભારતીય શાસ્ત્રીય સંગીત ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 'અંતર હૃદય કનેક્ટ' દ્વારા યુવાનોને ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે જોડવા માટે આ ચોમાસા આધારિત (Monsoon-themed) સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુરસ્કાર અને સન્માન:
- અંતર હૃદય કલ્ચરલ ડિપ્લોમસી એવોર્ડ શ્રી સૌરવ શર્મા ને એનાયત કરાયો.
- ભારતીય કલા અને સંસ્કૃતિમાં યોગદાન બદલ પ્રખ્યાત કલાકારો પંડિત ઉલ્હાસ કશાલકર અને પંડિત રાજેન્દ્ર ગંગાણી નું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત અને ભારતીય શાસ્ત્રીય સંગીત
ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની પરંપરાની શરૂઆત તાના અને રીરી (વડનગરની નાગર બહેનો) થી થયેલી માનવામાં આવે છે. તેમણે મધ્યકાળમાં રાગ મેઘ મલ્હાર ગાઈને તાનસેનનો દાહ શમાવ્યો હતો અને ગુજરાતનું નામ ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં અમર કર્યું હતું. તેમની યાદમાં ગુજરાત સરકાર દર વર્ષે વડનગરમાં તાના-રીરી મહોત્સવ (Tana Riri Mahotsav) નું આયોજન કરે છે.
- મલ્હાર રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 'મલ્હાર' પરિવારના રાગ મુખ્યત્વે વર્ષા ઋતુ સાથે જોડાયેલા છે.
શાસ્ત્રીય સંગીત

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં 'સમય સિદ્ધાંત' (Time Theory of Ragas) ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દરેક રાગ ગાવા કે વગાડવા માટે દિવસ અથવા રાત્રિનો એક ચોક્કસ સમય (જેમ કે પ્રભાત, મધ્યાહન, સંધ્યાકાળ કે મધ્યરાત્રિ) અને ઋતુ નિર્ધારિત થયેલ હોય છે.
અગાઉની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો
પ્રશ્ન 1: હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત અંગેનાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી?
(A) એના કલાકારો તમામ ધર્મના છે.
(B) એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી.
(C) એમાં રાગ-રાગિણી ગવાય છે.
(D) એમાં વાદ્યયંત્રો પ્રયોજાય છે.
પ્રશ્ન 2: ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની પરંપરાની શરૂઆત થી થઈ.
(A) તાનસેન
(B) માણભટ્ટ
(C) પ્રેમાનંદ
(D) તાના-રીરી









