ભારતની GDP વૃદ્ધિ 7.8% પર, FY 2026-27ના Q1માં અર્થતંત્રની મજબૂત શરૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાંખ્યાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક (Q1, એપ્રિલ-જૂન) માટેના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDP) ના ત્રિમાસિક અંદાજો જાહેર કરવામાં આવ્યા છે. વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્રએ પોતાની વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે.
મુખ્ય આંકડા અને વૃદ્ધિ દર (Q1, 2026-27)
- વાસ્તવિક જીડીપી (Real GDP): નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપીએ 7.8% નો વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
- નોમિનલ જીડીપી (Nominal GDP): પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નોમિનલ જીડીપીએ 10.3% ની વૃદ્ધિ નોંધાવી છે.
- આધાર વર્ષ અને ડેટા અપડેટ: મંત્રાલય દ્વારા પાયાના વર્ષ 2022-23 સાથે નવી શ્રેણીના આંકડા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં પ્રોડ્યુસર પ્રાઈસ ઇન્ડેક્સ (PPI), બેંકિંગ સર્વિસિસ પ્રાઈસ ઇન્ડેક્સ (BkSPI) અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ના નવા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુલ ઘરેલું ઉત્પાદન (GDP)
ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન દેશની ભૌગોલિક સરહદોની અંદર ઉત્પાદિત થયેલી તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓ નું નાણાકીય કે બજાર મૂલ્ય (Market Value) ને જીડીપી કહે છે.
- અંતિમ વસ્તુઓ (Final Goods): માત્ર આખરી વપરાશ માટે તૈયાર માલ ગણાય છે; મધ્યવર્તી માલ (Intermediate Goods) બેવડી ગણતરી (Double Counting) ટાળવા ઉમેરાતો નથી.
- ડોમેસ્ટિક (ઘરેલું): દેશની સરહદ અંદર થતું ઉત્પાદન (પછી તે ભારતીય નાગરિક દ્વારા થાય કે વિદેશી નાગરિક દ્વારા).
નોમિનલ GDP vs વાસ્તવિક GDP
- નોમિનલ જીડીપી: વર્તમાન બજાર કિંમતો (Current Prices) પર આધારિત ગણતરીને નોમિનલ જીડીપી કહે છે. જેમાં ફુગાવાની અસર શામેલ હોય છે.
- વાસ્તવિક જીડીપી: આધાર વર્ષ (Base Year) ની સ્થિર કિંમતો (Constant Prices) પર ગણવામાં આવતી GDPને વાસ્તવિક જીડીપી કહે છે. આમાં ફુગાવાની અસર શામેલ હોતી નથી અને આ અર્થતંત્રની વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે.
જીડીપી ફેક્ટર કોસ્ટ vs જીડીપી માર્કેટ પ્રાઈસ

વૈશ્વિક સ્થાન
- નોમિનલ (Nominal) GDP ની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 6th ક્રમે છે.
- ખરીદશક્તિ (PPP) ની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 3rd ક્રમે છે.
અગાઉની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો
પ્રશ્ન 1: _____ એ આપેલ સમયગાળા દરમિયાન રાજ્યની ભૌગોલિક સીમામાં ઉત્પાદિત તમામ માલ અને સેવાઓના જથ્થાના નાણાકીય માપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
(A) કુલ માથાદીઠ આવક
(B) કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન
(C) કુલ રાષ્ટ્રીય આવક
(D) કુલ મૂલ્યવર્ધિત
પ્રશ્ન 2: "રાષ્ટ્રીય આવકના ખ્યાલો" વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. જીડીપી એ દેશના સ્થાનિક ક્ષેત્રમાં એક વર્ષમાં માપવામાં આવતા તમામ અંતિમ વસ્તુ અને સેવાઓનું બજાર મૂલ્ય છે.
2. પરિબળ ખર્ચ પર જીડીપી એ બજાર ભાવે કુલ સ્થાનિક ઉત્પાદન છે, જેમાં ચોખ્ખા ઉત્પાદન કર ઓછા છે.
3. પરિબળ ખર્ચ પર જીડીપી એ દેશની સ્થાનિક સીમાઓમાં એક વર્ષમાં કંપનીઓ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનના નાણાકીય મૂલ્યને માપે છે.
4. વાસ્તવિક રાષ્ટ્રીય આવક ફુગાવા સાથે સમાયોજિત થતી નથી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2, 3 અને 4
પ્રશ્ન 3: નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. વાસ્તવિક GDP એ આપેલ વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય છે.
2. વાસ્તવિક GDPને ચાલુ કિંમતે GDPની તુલનામાં આર્થિક વૃદ્ધિનો સારો સૂચક માનવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ
પ્રશ્ન 4: GDPના માપનના સંદર્ભમાં નીચેના વિધાનોનો ધ્યાને લો:
1. GDP પર્યાવરણીય ખર્ચને ધ્યાનમાં લે છે.
2. GDPમાં કાળા બજારની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ




