Daily Current Affairs

ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026: ભારત 131મા ક્રમે, 64.5% જેન્ડર પેરિટી સ્કોર

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 'ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026' જાહેર કર્યો છે. 145 દેશોમાં ભારત 131મા ક્રમે છે, જે 2025 જેવું જ છે. ભારતનો કુલ સ્કોર 64.5% છે, જે વૈશ્વિક સરેરાશ 69.2% કરતા ઓછો છે. શિક્ષણમાં 96.6% ઉત્તમ સ્કોર છે, જ્યારે આર્થિક ભાગીદારીમાં 41.2% સૌથી નબળો દેખાવ છે. આઇસલેન્ડ 17મા વર્ષે પ્રથમ સ્થાને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026: ભારત 131મા ક્રમે, 64.5% જેન્ડર પેરિટી સ્કોર

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા ‘ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026’ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કુલ 145 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ભારત 131મા ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્સમાં આર્થિક ભાગીદારી અને તક, શૈક્ષણિક પ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને ઉત્તરજીવિતા તથા રાજકીય સશક્તિકરણ એમ ચાર મુખ્ય પરિમાણોના આધારે લિંગ સમાનતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ભારતનું સ્થાન અને સ્કોર વિશ્લેષણ

ભારત 145 દેશોમાંથી 131મા ક્રમે છે, જે 2025ના ક્રમ જેટલું જ અપરિવર્તિત છે. ભારતનો ઓવરઓલ જેન્ડર પેરિટી સ્કોર 64.5% નોંધાયો છે, જે 69.2% ની વૈશ્વિક સરેરાશ કરતાં ઓછો છે.

  • એજ્યુકેશનલ એટેઇનમેન્ટ (શિક્ષણ ક્ષેત્ર) ક્ષેત્રે ભારતે 96.6% નો ઉત્કૃષ્ટ સ્કોર મેળવ્યો છે, જે ભારતના ચારેય પરિમાણોમાં સૌથી મજબૂત સ્કોર છે.
  • પોલિટિકલ એમ્પાવરમેન્ટ (રાજકીય સશક્તિકરણ) ક્ષેત્રે 24.5% સ્કોર સાથે ભારત આ સબ-ઇન્ડેક્સમાં વૈશ્વિક સ્તરે 67મા ક્રમે છે.
  • ઇકોનોમિક પાર્ટિસિપેશન એન્ડ ઓપોર્ચ્યુનિટી (આર્થિક ભાગીદારી)  ક્ષેત્રે ભારતનો સ્કોર 41.2% રહ્યો છે, જે ભારતના પ્રદર્શનનું સૌથી નબળું પાસું રહ્યું છે.
  • હેલ્થ એન્ડ સર્વાઇવલ ઇન્ડેક્સનો ચોથો મુખ્ય સ્તંભ છે.

વૈશ્વિક પરિદ્રશ્ય 

આઇસલેન્ડ સતત 17મા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે, જેણે 93% જેટલો જેન્ડર ગેપ બંધ કર્યો છે, જ્યારે પાકિસ્તાન, ઈરાન અને ચાડ બોટમ ત્રણ દેશો છે. રિપોર્ટ અનુસાર વર્તમાન પ્રગતિના દરે સંપૂર્ણ લિંગ સમાનતા પ્રાપ્ત કરવામાં 120 વર્ષ નો સમય લાગશે.

પરિક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

1. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. 

2. ભારત ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026માં 131મા ક્રમે છે.

3. ભારતનો એકંદર જાતિ સમાનતા સ્કોર 64.5% છે.

ઉપરોક્ત પૈકી કયું/કયાં નિવેદન સાચું છે?

(A) માત્ર 1

(B) માત્ર 1 અને 2

(C) માત્ર 2 અને 3

(D) 1, 2 અને 3