Daily Current Affairs

ડુરાન્ડ કપ 2026:ઈસ્ટ બંગાળ 17મી વખત ચેમ્પિયન, મોહન બાગાનને 4-1થી હરાવ્યું

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબને 'રાષ્ટ્રપતિ કપ' એનાયત કર્યો. 135મા ડુરાન્ડ કપની ફાઇનલમાં ઈસ્ટ બંગાળે મોહન બાગાનને 4-1થી હરાવી 17મી વખત ખિતાબ જીત્યો. આ જીત સાથે ઈસ્ટ બંગાળે સૌથી વધુ ડુરાન્ડ કપ જીતવાના મોહન બાગાનના રેકોર્ડની બરાબરી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ડુરાન્ડ કપ 2026:ઈસ્ટ બંગાળ 17મી વખત ચેમ્પિયન, મોહન બાગાનને 4-1થી હરાવ્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 7 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે 2026 ડુરાન્ડ કપ વિજેતા ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબને ‘રાષ્ટ્રપતિ કપ’ અર્પણ કર્યો.

135મા ડુરાન્ડ કપની ફાઇનલમાં ઈસ્ટ બંગાળે પોતાના હરીફ મોહન બાગાન સુપર જાયન્ટને 4-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ઈસ્ટ બંગાળે 17મી વખત ડુરાન્ડ કપ જીત્યો અને મોહન બાગાન સાથે સૌથી વધુ ડુરાન્ડ કપ જીતનારી ટીમ તરીકે બરાબરી કરી છે. 

ડુરાન્ડ કપ વિશે

ડુરાન્ડ કપ એ ભારત અને સમગ્ર એશિયાની સૌથી જૂની તથા વિશ્વની ત્રીજી સૌથી જૂની ચાલુ ફૂટબોલ ટુર્નામેન્ટ છે. 

સ્થાપના અને ઇતિહાસ 

  • સ્થાપના વર્ષ: 1888 માં સિમલા (હાલના હિમાચલ પ્રદેશ) ખાતે શરૂ થઈ હતી.
  • સ્થાપક: બ્રિટિશ ભારતના વિદેશ સચિવ સર મોર્ટીમર ડુરાન્ડ (Sir Mortimer Durand) દ્વારા આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી (જેમના નામે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની 'ડુરાન્ડ લાઇન' પણ છે).
  • શરૂઆતનો હેતુ: શરૂઆતમાં આ સ્પર્ધા માત્ર ભારતમાં સ્થિત બ્રિટિશ લશ્કરી દળો અને ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીઓ વચ્ચે રમાતી હતી, પરંતુ પાછળથી તે નાગરિક (Civilian) ક્લબ માટે પણ ખુલ્લી મુકવામાં આવી છે. 

સંચાલન અને ટ્રોફી 

  • આયોજક: ડુરાન્ડ કપ ફૂટબોલ સોસાયટી દ્વારા ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો (ભૂમિસેના, નૌકાસેના, વાયુસેના) ના સહયોગથી તેનું આયોજન થાય છે.
  • વિશિષ્ટતા (૩ ટ્રોફી): ડુરાન્ડ કપ વિજેતા ટીમને એકસાથે 3 ટ્રોફી એનાયત કરવામાં આવે છે:
    1. ડુરાન્ડ કપ: મુખ્ય રોલિંગ ટ્રોફી.
    2. શિમલા ટ્રોફી : 1904 માં સિમલાના રહેવાસીઓ દ્વારા ભેટ આપવામાં આવેલી પ્રેસિડેન્શિયલ ટ્રોફી.
    3. પ્રેસિડેન્ટ્સ કપ: આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રોફી.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ડુરાન્ડ કપના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

  1. તેની શરૂઆત 1888માં થઈ હતી.
  2. તે વિશ્વની ત્રીજી સૌથી જૂની ચાલુ ફૂટબોલ સ્પર્ધા છે.
  3. તેનું આયોજન ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવે છે.
  4. તેનું આયોજન ત્રણેય સશસ્ત્ર દળો વતી કરવામાં આવે છે.

ઉપરોક્ત પૈકી કેટલાં નિવેદનો સાચાં છે?

(A) માત્ર એક
(B) માત્ર બે
(C) માત્ર ત્રણ
(D) ચારેય