Daily Current Affairs

બર્ડ ફ્લૂ રસી: ભારતે વિકસાવી મરઘાં માટેની પ્રથમ સ્વદેશી નિષ્ક્રિય H5N1 રસી, ICAR-NIHSADનું સંશોધન

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
ભોપાલ સ્થિત ICAR-NIHSAD દ્વારા ભારતમાં બર્ડ ફ્લૂ સામેની પ્રથમ સ્વદેશી H5N1 રસી વિકસાવવામાં આવી છે. આ રસી ખાસ કરીને મરઘાં માટે તૈયાર કરાઈ છે. તે ક્લેડ 2.3.2.1a સામે 6 મહિના સુધી સુરક્ષા આપશે. તાજેતરમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા બાદ આ પગલું મહત્વનું છે, જે ખેડૂતોની આજીવિકાને ગંભીર અસર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બર્ડ ફ્લૂ રસી: ભારતે વિકસાવી મરઘાં માટેની પ્રથમ સ્વદેશી નિષ્ક્રિય H5N1 રસી, ICAR-NIHSADનું સંશોધન

મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ દ્વારા જીવલેણ પશુ રોગ 'બર્ડ ફ્લૂ' સામે ભારતની પ્રથમ સ્વદેશી 'નિષ્ક્રિય H5N1 હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા (HPAI) વાયરસ રસી' વિકસાવવામાં આવી છે. 

તાજેતરમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં નોંધાયેલા બર્ડ ફ્લૂના કેસો બાદ મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ (NIHSAD) ખાતે આયોજિત સમારોહમાં મરઘાં માટેની તેની પ્રથમ સ્વદેશી નિષ્ક્રિય H5N1 રસીનું અનાવરણ કરવામાં આવ્યું છે. 

'હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા' (HPAI), જે સામાન્ય રીતે બર્ડ ફ્લૂ તરીકે ઓળખાય છે, તે સંક્રમિત પક્ષીઓના ટોળામાં 100 ટકા સુધીનો મૃત્યુદર લાવી શકે છે. આ રોગને કારણે મોટા પાયે પક્ષીઓનો નાશ કરવો પડે છે, વેપાર પર પ્રતિબંધો લાગે છે અને ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર પડે છે. 

ક્લેડ 2.3.2.1a સામે રક્ષણ 

ICAR-NIHSAD દ્વારા વિકસિત આ રસી ભારતમાં મોટાભાગના બર્ડ ફ્લૂના પ્રકોપ માટે જવાબદાર H5N1 ક્લેડ 2.3.2.1a દ્વારા થતા 'હાઈલી પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા' (HPAI) ને લક્ષ્ય બનાવે છે. 

આ નિષ્ક્રિય રસી એક ડોઝ આપ્યા બાદ મરઘીઓને 6 મહિના સુધીની રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડશે. તે મુખ્યત્વે અંડા ઉત્પાદન કરતી મરઘીઓ અને બ્રીડર ફ્લોક્સ માટે તૈયાર કરવામાં આવી છે. 

H5N1 નામકરણ

H5N1 પેટાપ્રકારનું નામ વાયરસના આવરણમાં રહેલા ટાઇપ 5 હેમાગ્લુટિનિન (Haemagglutinin - H5) અને ટાઇપ 1 ન્યુરામિનિડેઝ (Neuraminidase - N1) પ્રોટીનના સંયોજનને દર્શાવે છે.

જીનોમ રિએસોર્ટમેન્ટ

 ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ સેગમેન્ટેડ (ખંડિત) જીનોમ ધરાવે છે. જ્યારે કોઈ કોષ બે અલગ-અલગ સ્ટ્રેઈનથી સંક્રમિત થાય છે, ત્યારે તેઓ જીનોમ ખંડોની અદલાબદલી કરી શકે છે, જેનાથી નવી લાક્ષણિકતાઓ ધરાવતો વાયરસ ઉત્પન્ન થઈ શકે છે.

નિષ્ક્રિય રસી

નિષ્ક્રિય રસી એવી રસી છે, જેમાં રોગ પેદા કરતા જીવાણુ (વાયરસ અથવા બેક્ટેરિયા)ને ગરમી, રાસાયણિક પદાર્થો અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે છે. આથી તે રોગ પેદા કરવાની ક્ષમતા ગુમાવે છે, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરી શકે તેવા એન્ટિજન જાળવી રાખે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: ભારતની પ્રથમ સ્વદેશી નિષ્ક્રિય H5N1 HPAI વાયરસ રસી કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે?

(A) ICAR-નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

(B) ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ

(C) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી

(D) ઇન્ડિયન વેટરિનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ