ત્રણ ગ્રહોના મિલનથી આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, ડિસેમ્બર સુધી તકલીફો રહેશે દૂર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mangal Gochar 2026: સૂર્યના સ્વામિત્વ હેઠળની સિંહ રાશિમાં હાલ ત્રણ મોટા ગ્રહોનો અદભૂત સંયોગ રચાયો છે. ગત 12 નવેમ્બરના રોજ ગ્રહોના સેનાપતિ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કેતુ અને દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ બિરાજમાન છે. આ ત્રણેય ગ્રહોની યુતિથી સિંહ રાશિમાં દુર્લભ 'ત્રિગ્રહી યોગ'નું નિર્માણ થયું છે, જે આગામી 5 ડિસેમ્બર સુધી અકબંધ રહેશે. 5 ડિસેમ્બરે કેતુ સિંહ રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ યોગ ભંગ થશે, પરંતુ ત્યાં સુધીનો સમયગાળો ત્રણ રાશિના જાતકો માટે અત્યંત ભાગ્યશાળી અને લાભદાયી સાબિત થવાનો છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ, કેતુ અને ગુરુની આ યુતિ કુંડળીના બીજા ભાવમાં બની રહી છે, જે જ્યોતિષશાસ્ત્રમાં ધન, પરિવાર અને વાણીનું સ્થાન ગણાય છે. આ શુભ સંયોગના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત બનશે અને આવક વધવાના નવા સ્ત્રોત ઊભા થશે. અગાઉ કરેલા પ્રયાસોનું હવે સારું ફળ મળશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની ઉત્તમ તક મળશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. તમારી વાણીના પ્રભાવથી અટકેલા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં પણ માન-સન્માનમાં વધારો થશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે આ ત્રિગ્રહી યોગ અગિયારમા એટલે કે લાભ ભાવમાં નિર્માણ પામી રહ્યો છે, જે આવક, આર્થિક લાભ અને ઈચ્છાપૂર્તિ સાથે જોડાયેલો છે. આ ગોચર દરમિયાન તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કરિયરમાં પ્રગતિ કે આર્થિક ફાયદાની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નોકરીયાત વર્ગને નવી જવાબદારીઓની સાથે આગળ વધવાની તકો મળશે, જ્યારે વેપારીઓને નવા સંપર્કો અને અગાઉ બનાવેલી યોજનાઓ થકી મોટો આર્થિક નફો થવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ત્રણેય ગ્રહોની યુતિ દસમા ભાવમાં બની રહી છે, જે કર્મ, નોકરી અને પ્રતિષ્ઠાનું સ્થાન છે. વળી, મંગળ તમારી રાશિના સ્વામી પણ હોવાથી આ ગોચર તમારા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સમયગાળામાં કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત બનશે અને નવી નોકરી શોધી રહેલા યુવાનોને સારી તકો મળી શકે છે. નોકરીયાત લોકોને પોતાના કામના દમ પર નવી ઓળખ મળશે, તો વેપારીઓને કોઈ મોટો ઓર્ડર કે ફાયદાકારક સોદો મળી શકે છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ મહેનતનું સકારાત્મક પરિણામ મળવાના સંકેત છે.




