Daily Current Affairs

પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક: સહકારી સંઘવાદ, સાયબર ક્રાઇમ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
ગોવાના પણજીમાં 7 સપ્ટેમ્બર, 2026ના રોજ પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક યોજાઈ. જેમાં સહકારી સંઘવાદ, આર્થિક વિકાસ, સાયબર ક્રાઇમ, દરિયાઈ સુરક્ષા, નાર્કોટિક્સ અને કૃષિ ધિરાણ સોસાયટીઓના કમ્પ્યુટરાઇઝેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પશ્ચિમી ક્ષેત્રને ‘WEST’ એન્જિન તરીકે ઓળખાવી, સંપત્તિ નિર્માણ, નિકાસ, સ્ટાર્ટઅપ્સ અને પ્રવાસનમાં તેના યોગદાન પર ભાર મૂકાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક: સહકારી સંઘવાદ, સાયબર ક્રાઇમ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

7 સપ્ટેમ્બર, 2026ના રોજ ગોવાના પણજી ખાતે પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક યોજાઈ હતી જેમાં સહકારી સંઘવાદ, આર્થિક વિકાસ, પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓના કમ્પ્યુટરાઇઝેશન, સાયબર ક્રાઇમ, દરિયાઈ સુરક્ષા, નાર્કોટિક્સ અને વિવિધ જાહેર કલ્યાણ યોજનાઓના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. 

પશ્ચિમી ક્ષેત્ર ‘WEST’ એન્જિન તરીકે ઓળખાયું 

  • W – Wealth & Finance
    પશ્ચિમી ક્ષેત્ર દેશના સંપત્તિ નિર્માણ અને નાણાકીય પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે. મુંબઈ ભારતની નાણાકીય રાજધાની તરીકે વૈશ્વિક મૂડી માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
  • E – Exports & Ports
    ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો ભારતના વિદેશી વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુન્દ્રા પોર્ટ મોટા કાર્ગો જથ્થા માટે મહત્વપૂર્ણ છે.
  • S – Start-ups & Semiconductors
    મહારાષ્ટ્ર સ્ટાર્ટ અપ ક્ષેત્રે અગ્રેસર છે. ધોલેરા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે.
  • T – Tourism & Blue Economy
    ગોવા સહિત પશ્ચિમી ક્ષેત્ર પ્રવાસન અને બ્લુ ઇકોનોમીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

પશ્ચિમી ઝોનલ કાઉન્સિલ

રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 ની કલમ 15 થી 22 હેઠળ દેશમાં પાંચ ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમી ઝોનલ કાઉન્સિલનો સમાવેશ થાય છે જે પશ્ચિમ વિસ્તારના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહકાર, સમન્વય અને આંતર રાજ્ય વિવાદોના ઉકેલ માટેનું એક વૈધાનિક મંચ (Statutory Body) છે અને તેની ભલામણો સલાહકારી (Advisory) સ્વરૂપની હોય છે. 

સભ્યપદ અને માળખું 

  • અધ્યક્ષ : ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.
  • ઉપ-અધ્યક્ષ: સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ રોટેશન પદ્ધતિથી દર વર્ષે વારાફરતી ઉપ-અધ્યક્ષ બને છે.
  • સભ્ય રાજ્યો: ગુજરાત , મહારાષ્ટ્ર, ગોવા 
  • સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશો: દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ 
  • પ્રતિનિધિઓ: દરેક રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત બે મંત્રીઓ અને મુખ્ય સચિવ (Chief Secretary) વગેરે બેઠકોમાં ભાગ લે છે.

મુખ્ય કાર્યો અને ચર્ચાના મુદ્દા 

  • રાજ્યો વચ્ચેના સરહદી અને ભાષાકીય અલ્પસંખ્યકોના મુદ્દાઓની ચર્ચા.
  • આંતર-રાજ્ય પરિવહન, માર્ગો, અને કનેક્ટિવિટી ક્ષેત્રે સંકલન.
  • તટીય સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, અને પ્રવાસન વિકાસ.
  • નદીના પાણીની વહેંચણી, વીજળી વિતરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો ઉકેલ.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: પશ્ચિમી ઝોનલ કાઉન્સિલના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે?

(A) તે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 હેઠળ રચાયેલી છે.
(B) કેન્દ્રીય ગૃહ મંત્રી તેના અધ્યક્ષ હોય છે.
(C) તેની ભલામણો સલાહકારી સ્વરૂપની હોય છે.
(D) તેના નિર્ણયો તમામ સભ્ય રાજ્યો માટે કાયદેસર રીતે બંધનકર્તા હોય છે.