Get The App

દાહોદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો ઉપર ઓરડાની છતના પોપડા પડતાં ઇજા

-ઘટનાને પગલે વાલીઓમાં રોશઃ ઓરડાની વહેલી તકે મરામત કરવા માંગ

Updated: Feb 26th, 2020

GS TEAM

Google News
Google News
દાહોદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો ઉપર ઓરડાની છતના પોપડા પડતાં ઇજા 1 - image

દાહોદ તા.26 ફેબ્રુઆરી 2020 બુધવાર

 દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત આવેલી ગોધરા પ્રાથમીક શાળામાં આજરોજ બપોરે ચાલુ શાળાએ  જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલા બાળકો પૈકી  બે બાળકોના  માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાળકના પરિવારજનોને થતાં   શાળા ખાતે જવા રવાના થયા હતા.

 ગોધરા રોડ પ્રાથમીક શાળા ખાતે જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પૈકી  બે બાળકોના  માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ  બંન્ને બાળકોને સારવાર કરાવ્યા બાદ તેઓના પરિવારજનોને જાણ કરાતાં પરિવારજનો શાળા ખાતે દોડી આવ્યા હતા.આ ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં રોષ જાવા મળ્યો હતો.આ જર્જરીત ઓરડાનું તાત્કાલિક ધોરણે કામકાજ હાથ ધરે તેમજ નવીન ઓરડા બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી  કરી રહ્યા છે.

Tags :