Dahod

નેતાજીનો વટ તો જુઓ! ફાયર બ્રિગેડે ભાજપના પૂર્વ મંત્રી બચુ ખાબડનો બંગલો ધોઈ આપ્યો

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના વાહનનો પૂર્વ મંત્રી બચુ ખાબડના ધાનપુર-પીપેરો સ્થિત ઘરની દિવાળી પહેલા સફાઈ માટે ઉપયોગ થયો. 25 કિલોમીટર દૂર જઈને ફાયર ફાઈટરે તેમના વૈભવી મકાનની સફાઈ કરી. આ વીડિયો વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળ્યો. ફાયર ઓફિસરે જણાવ્યું કે, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી વાહન મોકલાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતાજીનો વટ તો જુઓ! ફાયર બ્રિગેડે ભાજપના પૂર્વ મંત્રી બચુ ખાબડનો બંગલો ધોઈ આપ્યો

Devgadh Baria Fire Brigade Used to Clean Ex-Minister Bachu Khabad House Ahead of Diwali | દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઈમરજન્સી વાહનનો અંગત સફાઈ માટે ઉપયોગ થતો હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને બચુભાઈ ખાબડના ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલા ઘરની દિવાળી પહેલા સફાઈ માટે ફાયર બ્રિગેડનું વાહન મોકલવામાં આવ્યું હતું.

કરોડોના કૌભાંડમાં પુત્રોનું નામ આવતા મંત્રી પદ ગુમાવ્યું

દેવગઢ બારીયા તાલુકાના કરોડો રૂપિયાના મહા કૌભાંડ બાદ તત્કાલીન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની આરોપીઓ તરીકે સંડોવણીઓ બહાર આવતા રાજ્યના નવા મંત્રીમંડળની રચનામાં બચુભાઈ ખાબડને મંત્રીપદેથી પડતા મૂકાયા હતાં.

image.png

નેતાજીના બંગલા પર ફૂવારો કરી સાફ સફાઈ કરી આપી

રંતુ દેવગઢ બારીયા નગરપાલિકામાં આજે પણ બચુ ખાબડ કહે તે પ્રમાણે કામો થતા હોય છે. દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના માદરે વતન પીપેરો ખાતે આવેલું વૈભવી નિવાસસ્થાન દિવાળીના તહેવારો પૂર્વે સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે દેવગઢ બારીયા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પોતાની ફરજોના કાર્યક્ષેત્રની મર્યાદાઓ ઓળંગીને ધાનપુર તાલુકાના પીપેરો ગામે 25 કિલોમીટર દૂર પહોંચી જઈને બચુ ખાબડના વૈભવી મકાનને પાણીના ફુવારા સાથે સાફ સફાઈ કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

જે ફાયર બ્રિગેડ આગ કે કુદરતી આપત્તિ સમયે સામાન્ય નાગરિકોનો જીવ બચાવવા માટે સતત ખડેપગે હોવી જોઈએ, તે જ ઈમરજન્સી સેવા આજે વિશિષ્ટ નેતાઓની ખાનગી સેવામાં જોતરાઈ છે. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના હાઈ-પ્રેશર સાધનો, સરકારી પાણી અને પાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરીને પૂર્વ મંત્રીના ઘરની બહાર સફાઈ કરવામાં આવી રહી છે.

બેશરમ ફાયર વિભાગે જુઓ શું કહ્યું

ફાયર બ્રિગેડના ઉપયોગમાં ડીઝલ, પાણી, કર્મચારીઓનો સમય અને મશીનરીનો જાહેર નાણાંનો ખર્ચ થાય છે. ફાયર ઓફિસર મયુર ચૌહાણે જણાવ્યું કે, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાની સૂચના મળ્યા બાદ જ ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે ઘર ધોવા માટે કોઈ નિયમ નથી. જોકે, કામગીરી બાદ પ્રતિ કિલોમીટર 45 રૂપિયા લેખે કુલ 2700 રૂપિયા સરકારી ચાર્જ જમા લેવાયો હતો. ઈમરજન્સી વાહનનો અંગત સફાઈ માટે ઉપયોગ થતા લોકોમાં ચર્ચા છે.