નવું શું છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અપેક્ષા નહોતી કે 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ આપણને આટલું બધું હસાવશે. આ ફિલ્મ જો તમે બિગ સ્ક્રીન પર ચૂકી ગયા હો તો હવે ઓટીટીના પડદા પર તો જરાય મિસ ન કરશો. હા, 'બૌદ્ધિક રમૂજ'ની અપેક્ષા ન રાખવી. અક્ષયકુમાર, અર્શદ વારસી, રવીના ટંડન વગેરે સહિત અડધોઅડધ બોલિવુડને ચમકાવતી આ મસ્તમજાની કોમેડી ફિલ્મ નેટફ્લિકસ્ પર મૂકાઈ ગઈ છે, આજથી જ.
'લેન્ટર્ન્સ' એક લાઇવ એક્શન સિરીઝ છે. અહીં સિનિયર ગ્રીન લેન્ટર્ન હૉલ જોર્ડન અને નવો નવો જોઈન થયેલો જૉ સ્ટુઅર્ટ અમેરિકાની કોઈ અંતરિયાળ જગ્યાએ થઈ ગયેલા મર્ડરનું ઇન્વેસ્ટિગેશન કરે છે. 'લેન્ટર્ન્સ' તમે જિયોહોટસ્ટાર પર જોઈ શકો છો.
'એવરેજ જૉ'ની પહેલી સિઝનમાં તમને મજા આવી હોય તો જાણી લો કે આ શોની બીજી સિઝન આવી ચૂકી છે. પ્લમ્બરમાંથી પરાણે ફાઇટર બનેલા જૉ વોશિંગ્ટન અને એના સાથીઓ પર રશિયન માફિયાઓ તરફથી નવો ખતરો આવી પડે છે અને પછી જે થવાનું હોય તે થાય છે. આ શો નેટફ્લિક્સ પર ગયા બુધવારે મૂકાયો.
'પ્યાર પ્રેમા કલ્યણામ' - આ છે બ્રાન્ડ-ન્યુ મલયાલમ રોમેન્ટિક કોમેડીનું ટાઇટલ. એક સોશિયલ મિડીયા ઇન્ફ્લ્યુએન્સર છે. એ લગ્ન કરે છે અને પછી વરને આગ્રહ કરે છે કે ના, હું સાસરે રહેવા નહીં આવું, પણ તારે સાસરે રહેવા આવવું પડશે ને મારા ઘરે મારા ફેમિલીની સાથે રહેવું પડશે! મજેદાર વિષય છે. નેટફ્લિક્સ પર આજથી તેનું સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે.




