Chitralok

નવું શું છે?

By GS Team
13 Aug 20262 mins read
નવું શું છે?

તમને રૅપ મ્યુઝિકમાં રસ પડે છે? તો તમને એમટીવીના 'હસલ' શોમાં જરૂર રસ પડયો હશે… અને તો પછી તમને આ અપડેટમાં પણ રસ પડશે. 'હસલ' રૅપ ટેલેન્ટ શોની પાંચમી સિઝન ઓલરેડી સ્ટ્રીમ થવા લાગી છે. એ જ મસ્તમજાનાં પર્ફોર્મન્સીસ અને જોરદાર કોમ્પિટીશન. જજની પેનલમાં અન્ય નિર્ણાયકોની સાથે સાથે બાહશાહ પણ હશે જ. આ શો તમે જિયોહોટસ્ટાર પર જોઈ શકો છો.

'ધ ટ્રેટર્સ' શો જબરો હિટ થયો હતો. આ કેપ્ટિવ રિયાલિટી શોની બીજી સિઝનનું સ્ટ્રીમિંગ ગઈકાલથી જ શરૂ થઈ ચૂક્યું છે. પહેલી સિઝનમાં જે કંઈ હતું તે બધું આ વખતે પણ છે - દગાબાજી, છળકપટ, ગ્રાન્ડ પ્રાઇઝ અને અફ કોર્સ, હોસ્ટ તરીકે કરણ જોહર. 'ધ ટ્રેટર્સ' શોના એપિસોડ્સ તમે અમેઝોન પ્રાઇમ વીડિયો પર દર સપ્તાહે જોઈ શકશો.

તમને ક્રાઇમ શોઝમાં રસ પડતો હોય તો 'રિચર'ની લેટેસ્ટ સિઝનમાં પણ રસ પડશે. આ સિઝનમાં જેક રિચરને ફિલાડેલ્ફિયાના એક સબવે કોઈ અજાણી વ્યક્તિ ભટકાઈ જાય છે ને શરૂ થાય છે ભેદભરમનો એક અનોખો સિલસિલો. આ વખતે ઘણું દાવ પર લાગેલું છે, અને જેક રિચરને કોઈ પણ હિસાબે પોતાના દુશ્મનો કરતાં બે ડગલાં આગળ રહેવાનું છે. 'રિચર'ની ચોથી સિઝન અમેઝોન પ્રાઇમ વીડયો પર બે દિવસ પહેલાં જ મૂકાઈ ગઈ.

તમે મલયાલમ ફિલ્મોના રસિયા હો તો 'ઉયીર' નામની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફિલ્મ ઓનલાઇન જોઈ શકો છો. એક મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થાય છે. જેમ જેમ છાનબીન આગળ વધે છે તેમ તેમ કંઈકેટલાય ડાર્ક સિક્રેટ્સ સામે આવતાં જાય છે. આ ફિલ્મ તમે એક કરતાં વધારે ભાષાઓમાં જિયોહોટસ્ટાર પર જોઈ શકો છો.