વિશાલ આદિત્ય સિંહ : મારું કમિટમેન્ટ પડકારરૂપ કામ માટે, પૈસા માટે નહીં!

- 'નિષ્ફળતાથી હું ડરતો નથી, પણ થોડા સમય માટે તેની અસર તો થાય જ છે, પરંતુ નિષ્ફળતામાંથીજ શીખવાનું હોય છે'
'હા,એક સમય એવો હતો જ્યારે મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં નાણાંકીય જવાબદારીઓ સર્વોચ્ચ સ્થાને રહેતી, પણ હવે તેમાં ફેરફાર આવ્યો છે. હું આ કાર્ય પર ધ્યાન નથી આપતો, પણ જે મને સર્જનાત્મક રીતે પડકાર આપે અને મારી ક્ષમતા દર્શાવવાનું આહ્વાન આપે તે મને ગમે છે. આ પસંદગીયુક્ત બનવાનો વિશેષાધિકાર ફક્ત પોતાને સ્થાપિત કર્યા પછી જ મળે છે,' એવું વિશાલ આદિત્ય સિંહ કહે છે, જે આ ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી પણ વધુ સમયથી છે.
'કોઈ વ્યક્તિ ફક્ત સફળતા વિશે જ વાત કરી શકે છે જ્યારે તે સફળ થયો હોય. આજ વાત કામની બાબતને પણ લાગું પડે છે તમે ફક્ત કામ વિશે જ વાત કરી શકો છો, જો તમારી પાસે ભરપૂર કામ હોય,' વિશાલ ઉમેરે છે.
ટીવી શો 'બેંગુલસરાઈ'માં મુખ્ય ભૂમિકા ભજવી જબરદસ્ત સફળતા મેળવનારા આ કલાકારે ટેલિવિઝન પર ઘણાં વરસ વિતાવ્યાં છે. તેણે સતત કામ કર્યું છે. 'મેં એક પછી એક ટીવી શોઝ કર્યા છે અને તેનું કારણ એ હતું કે મારે મારી ક્ષમતા બતાવવાની હતી અને મારા માટે નાણાંનું મહત્ત્વ એટલું જ વધારે હતું. આ તબક્કો એવો હતો જેમાં હું એક કલાકાર તરીકે વિકસ્યો અને આગળ વધ્યો. આ બધું મારી સમજમાં આવ્યું એ પછી મેં મારી પસંદગીમાં સારું કામ મળે એ વાતને વધુ પ્રાથમિકતા આપી અને મારી ક્ષમતાને અનુરૂપ હોય એવી કામગીરી સ્વીકારવાનું શરૂ કર્યું. આ સાથે હું એ પણ સમજવા લાગ્યો કે મારાથી ક્યાં ઉણપ રહી જાય છે અને હું ક્યાં વધુ સારી રીતે કામ કરી શકું છું.
'આજે હું એવા પ્રોજેક્ટ્સ જ નથી સ્વીકારતો, જે નાણાંકીય દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વના હોય. આજે હું એવા શોઝ પસંદ કરું છું જે મારા માટે પડકારરૂપ હોય, મારી ક્ષમતાને લલકારે એવા હોય. હવે હું કોઈ લૂપમાં અટવાઈ જવા નથી માગતો. હું ઇચ્છું છું કે હું સારું કામ કરતો રહું. આ ઉદ્યોગે મને એવી વિશાળ તકો આપી છે, જેમાં હું મારું સામર્થ્ય અને ક્ષમતા દાખવી શકું જ્યાં સુધી મને આવી તક મળતી રહેશે ત્યાં સુધી હું કામ કરતો રહીશ. ભલે ને વૃધ્ધ થઈ જાઉં. હું કામને વળગી રહીશ,' એમ વિશાલે કહ્યું હતું.
આ સાથે જ નિષ્ફળતા તેને અસર કરે છે એ વાતનો પણ એ સ્વીકાર કરે છે. વિશાલ કહે છે, 'નિષ્ફળતાથી હું ડરતો નથી, પણ મને થોડા સમય માટે તો તેની અસર થાય જ છે, પરંતુ આવી નિષ્ફળતામાંથી જ શીખવાનું હોય છે - હું તેમાંથી શીખ્યો પણ છું અને જીવનમાં આગળ વધ્યો છું,' એમ વિશાલ ઉમેરે છે.









