Chitralok

TV Talk

By GS Team
23 Jul 20264 mins read
TV Talk

અક્ષય ઓબેરોયે 'ટોેક્સિક' પછી સાઉથની વધુ એક બિગ બજેટ ફિલ્મ સાઇન કરી
અક્ષયઓબેરોય સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગયો છે. ટોક્સિક પછી અભિનેતાએ વધુ એક સાઉથની ફિલ્મ સાઇન કરી છે. જે એક મલ્ટીલિગ્યુઅલ ફેન્ટસી ડ્રામા અકશન ફિલ્મ હશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. જાણકારી અનુસાર, આ ફિલ્મને પૂરા ઇન્ડિયાના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આ ફિલ્મ દ્વારા અક્ષય ઓબેરોય કન્નડ સિનેમામાં ડેબ્યુ કરશે.જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઇ સમર્થન તેમજ ઘોષણા કરવામાં આવી નથી.
એક સૂત્રના અનુસાર, ટોક્સિકમાં અક્ષયના લુક અને કાસ્ટિંગ પર ઘણા ફિલ્મસર્જકોનો રિસપોન્સ જોવા મળ્યો છે. તેને સાઉથના બિગ બજેટનો હિસ્સો બનાવવામાં ફિલ્મસર્જકો રસ લઇ રહ્યા છે. અક્ષય ઓબેરોયે છેલ્લા થોડા મહિનાઓમાં ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળી હતીજેમાંથી તેણે એક આ એકશન પ્રોજેકટને પસંદ કર્યો છે.
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે,અક્ષય ઓબેરોયને પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ંકામ કરવાનું ફાવી રહ્યું હોાથી તે નવા નવા રોલ અને ભાષાઓમાં કામ કરવા ઉત્સાહિત છે.

પ્લેબોય રામ કપૂર અંગે એકતાએ ગૌતમીને ચેતવી હતી
રામ કપૂર એક સારો અદાકાર છે અને તેના ફેન્સની સંખ્યા પણ ઘણી લાંબી છે. તેણે અભિનેત્રી ગૌતમી સાથે લગ્ન કર્યા છે. જો કે તેણે પોતાના અંગત જીવન અંગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે અભિનેત્રી ગૌતમી સાથે લગ્ન કરતાં પહેલાં તેના અનેક સંબંધો હતા. અભિનેતાએ પોતાને 'પ્લેબોય' ગણાવ્યો અને યાદ કર્યું કે કેવી રીતે તેની મિત્ર એકતા કપૂરે તેમના લગ્ન પહેલા ગૌતમીને ચેતવણી પણ આપી હતી.
રામ કપૂર અને ગૌતમીના લગ્ન થયાને લગભગ બે દાયકા થઈ ગયા છે. રામ કપૂરે અત્યારે ચાલી રહેલા એક રિયાલિટી શોમાં સહસ્પર્ધક સાથે વાત કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું અને ઉમેર્યું 'લગ્ન પછી એક પણ નહીં.' જ્યારે આ સહસ્પર્ધકે પૂછ્યું કે તેનો અર્થ એ થયો કે લગ્ન પહેલા અન્ય સંબંધો હતા. ત્યારે રામ કપૂરે ઉત્તર આપતાં સ્વીકાર્યું હતું કે 'હું એક પ્લેબોય હતો. મારા કેટલાં સંબંધો હતા એ ગણી શકતો નથી.' આ પછી અભિનેતાએ શેર કર્યું હતું કે જ્યારે એકતાને તેના લગ્નની યોજનાઓ વિશે ખબર પડી ત્યારે તેણે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે બધાને ખબર પડી કે ગૌતમી અને રામ કપૂર લગ્ન કરી રહ્યા છે ત્યારે એકતા મારી મિત્ર હોવાથી તેણે ગૌતમીને ફોન કરીને કહ્યું, 'તું શું કરી રહી છે? તેની ઘણી રિલેશનશિપ છે.' એકતા તો ગૌતમી માટે ચિંતીત હતી અને હું માનું છું કે એકતાએ જે કંઈ કર્યું તે યોગ્ય જ હતું કારણ કે 'હું એવો જ હતો,' એમ રામ કપૂરે ઉમેર્યું હતું.

અરે…શફક નાઝ તો બે વર્ષથી પરિણીત છે
ધારાવાહિક 'મહાભારત'માં 'કુંતી' અને 'કહત હનુમાન જય શ્રીરામ'માં 'કૌશલ્યા'ના પાત્રો ભજવનાર અભિનેત્રી શફાક નાઝે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં બિઝનેસમેન ઝીશાન પેવેકર સાથેના પોતાના ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા ત્યારે એવી વાતો વહેલી થઇ હતી કે શફાકે ઝીશાન સાથે સગાઇ કરી લીધી છે, પરંતુ તાજેતરમાં અભિનેત્રીએ ધડાકો કરતાં કહ્યું હતું કે તે બે વર્ષથી પરિણીત છે. વાસ્તવમાં શફાકે વર્ષ ૨૦૨૪ની ૩૧મી ઓક્ટોબરે જ ઝીશાન સાથે નિકાહ કરી લીધાં હતા. પરંતુ આ રહસ્ય તેણે હમણાં ઉઘાડયું., અદાકારા કહે છે કે હું અમારી પ્રથમ વેડિંગ એનિવર્સરી વખતે જ આ વાત કહેવા માગતી હતી. પરંતુ લોકોએ ધારી લીધું કે મારી સગાઇ થઇ ગઇ છે. હકીકતમાં અમે લોકોએ સગાઇ કરી જ નહોતી, સીધેસાધાં નિકાહ જ પઢી લીધા હતા. ઝીશાને અને મેં તદ્દન સાદગીપૂર્વક મારા ઘરમાં જ નિકાહ કર્યા હતા. અહીં એ વાતની નોંધ લેવી રહી કે બંનેની મુલાકાત 'મહાભારત'ની અભિનેત્રી સુહાની ધાનકીને કારણે થઇ હતી. સુહાનીએ એક વોટસ એપ ગુ્રપ બનાવ્યું હતું. જેમાં બંનેને સામેલ કર્યા હતા. શફાક કહે છે ઝીશાન મશ્કતમાં રહે છે. ૨૦૨૦ની સાલના માર્ચ મહિનામાં તે ભારત આવ્યો હતો. અમે તે વખતે પહેલીવાર મલ્યા અને મને લાગ્યું કે હું હંમેશાથી આવો જ જીવનસાથી ઇચ્છતી હતી. અને અમારી વચ્ચે તદ્દન સહજતાથી સંબંધ બંધાઇ ગયો. હમણાં તો હું તેની સાથે મશ્કતમાં રહું છું અને અમારા વિવાહિત જીવનનો આનંદ માણું છું. લાંબા સમય સુધી એકમેકથી દૂર રહ્યા પછી ઝીશાન સાથે રહેવાનું મને બહુ ગમે છે. જો કે મને અભિનયની ખોટ પણ સાલે છે, તેથી આગામી થોડા મહિનામાં ભારત પરત ફરવાનો વિચાર કરું છું.