Chitralok

ટોપના એક્ટર્સ હીરો જ નહીં, વિલન બનવા પણ તૈયાર

By GS Team
17 Sep 20263 mins read
ટોપના એક્ટર્સ હીરો જ નહીં, વિલન બનવા પણ તૈયાર
  • અભિષેક બચ્ચન મોટા ભાગે સૌમ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે. જોકે શાહરૂખ ખાનની મલ્ટીસ્ટારર અને બિગ બજેટ મૂવી 'કિંગ'માં એણે પ્રતિનાયક બનવાનું બીડુ ઝડપ્યું છે. એણે 'રાવણ'માં પણ નેગેટિવ ભૂમિકા કરી હતી.

કેટલી તાજી અને આવનારી હિન્દી ફિલ્મોના ખલનાયકો વિશે પ્રેક્ષકોમાં ઉત્કંઠા છે. હીરોગિરી છોડીને વિલની અપનાવવા પ્રેરાયેલા આવા અમુક એક્ટર્સ વિશે જાણીએ:
અક્ષય કુમાર (હૈવાન):
અક્ષય હવે પાકટ વયે હીરો તરીકે બહુ ચાલતો નથી. એટલે અએ ખલનાયકી તરફ વળ્યો છે. પ્રિયદર્શનિની 'હૈવાન'માં એ અંધ હીરો સૈફ અલી ખાન સામે વિલનની ભૂમિકામાં જોવા મળે છે. શે. આ ફિલ્મ મલયાલમ થ્રિલર મૂવી 'ઓપ્પન'ની ઓફિશ્યલ હિન્દી રિમેક છે.
વિવેક ઓબેરોય (સ્પિરીટ):
'કંપની' 'લોખંડવાલ' અને 'ક્રિશ ૩'ના નેગેટીવ પાત્રોમાં વિવિેક ઓબોરેયનું પરફોર્મન્સ વખણાયું હતું. હવે એ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરીટ'માં હીરોના વેરી તરીકે પાછો ફરી રહ્યો છે. સ્પિરીટ આવતા વરસે ૫મી માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે અને એમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં છે. ફેબુ્રઆરીમાં રિલીઝ કરાયેલા ફિલ્મના ફર્સ્ટ લુકમાં વિવેક ઓબેરોય તલવાર વીજતા અને સિગાર ફુંકતા ડરામણાં ખલનાયકરૂપે દેખાયો હતો.
હર્ષવર્ધન રાણે (ફોર્સ- ૩):
હર્ષવર્ધન રાણે હવે એક્શન ફિલ્મ 'ફોર્સ ૩'માં જોન અબ્રાહમને ટક્કર આપવા એના માનસિક રીતે જટિલ વેરી તરીકે આવી રહ્યો છે. ભાવ ધુલિયાના ડિરેક્શનમાં બની રહેલી સિક્વલનું શૂટીંગ ચાલુ પણ થઈ ગયું છે. ફિલ્મમાં જોન એસીપી યશવર્ધન સિંહના પાત્રમાં ફરી જોવા મળશે. આ વખતે એણે દુશ્મન તરીકે રાણેનો સામનો કરવો પડશે. ફોર્સ ૩ ૨૦૨૭ની ૧૯મી માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.
પૃથ્વીરાજ સુકુમારન (વારાણસી):
બાહુબલી આર આર આર ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'વારાણસી'માં મહેશબાબુ સામે સાઉથનો ટોપનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારને કુંભાના ડાર્ક રોલમાં આવી રહ્યો છે. કુંભા વ્હીલચેરમાં હરતોફરતો આજના જમનાનો એક દુષ્ટ પણ ટેક સેવી જિનીયસ વિલન છે. માયથોલોજી, ટાઈમ ટ્રાવેલ અને એક્શનના મિશ્રણ સમી વારાણસી આવતા વરસની ૭મી એપ્રિલે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. મૂવીમાં પ્રિયંકા ચોપરા જોનાસ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ અગાઉ 'બડે મિયાં છોટે મિયાં' (૨૦૨૪)માં અને 'કાવિયા થલાઈવન' (૨૦૧૪)માં વિલનના પાત્રો ભજવી ચુક્યો છે.
અભિષેક બચ્ચન (કિંગ):
જુનિયર બચ્ચન હમણાંથી મોટા ભાગે ફિલ્મોમાં સૌમ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે. પોતાની સજ્જન વ્યક્તિની ઈમેજમાંથી બ્રેક લઈને અભિષેક બચ્ચને શાહરૂખ ખાનની મલ્ટીસ્ટારર અને બિગ બજેટ મૂવી 'કિંગ'માં પ્રતિનાયક બનવાનુ ંબીડુ ઝડપ્યું છે. પોતાની પુત્રી સુહાના ખાનને નવેસરથી લોન્ચ કરવા એસઆરકે આ એક્શન થ્રિલર મૂવી બનાવી રહ્યો છે. ૨૪મી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દીપિકા પદુકોણ અને જયદીપ આલમ સહિત ઘણા જાણીતા એક્ટર્સ સામેલ છે. બાય ધ વે, 'યુવા' (૨૦૦૪) અને 'રાવણ' (૨૦૧૦) જેવી ફિલ્મોમાં અભિષેકે ભજેવેલા નેગેટીવ રોલ્સ દર્શકોએ વખાણ્યા છે.
યશ (રામાયણ):
કન્નડ ફિલ્મોનોફ્રેન્ચાઈસમાં રોકી ભાઈનો યશ કેબ્રે એક રોલ કરી આખા ભારતમાં જાણીતો થયો છે. હવે એ ડિરેક્ટર નીતેશ તિવારીની બે પાર્ટમાં બનનારી 'રામાયણ'માં રાવણ બનીને આવી રહ્યો છે. ફિલ્મના કાસ્ટિંગમાં ભારતીય સિનેમાના બે દિગ્ગજ સ્ટાર્સ રણબીર કપૂર અને યશને મહાકાવ્ય રામાયણના બે અજરાઅમર પાત્રો રામ અને રાવણ તરીકે એકબીજાની સામે મુકાયા છે. બંને એક્ટર્સની ટક્કર ફિલ્મનું એક વિશેષ આકર્ષણ બની રહેશે.