Chitralok

બોલિવુડના કલાકારોની આવી રીતે ઉજવે છે રક્ષાબંધન

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
બોલીવૂડમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ધૂમ જોવા મળે છે. ઐશ્વર્યા રાય બચ્ચન 'જોધા અકબર' ફિલ્મથી સોનુ સૂદને રાખડી બાંધે છે. સલમાન ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, સારા અલી ખાન જેવાં અનેક સ્ટાર્સ પોતાની બહેનો પાસે રાખડી બંધાવે છે. આલિયા ભટ્ટ કરણ જોહરના પુત્ર યશને રાખડી બાંધે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવુડના કલાકારોની આવી રીતે ઉજવે છે રક્ષાબંધન
  • ઐશ્વર્યા રાય અને સોનુ સૂદે 'જોધા અકબર' ફિલ્મમાં ભાઇ-બહેની ભૂમિકા ભજવી હતી. ત્યારથી ઐશ્વર્યા દર વરસે સોનુ સૂદને
    અચૂક રાખડી બાંધે છે.
    બોલીવૂડના કલાકારો દર વરસે રક્ષાબંધનનો તહેવાર ધૂમધામથી મનાવતા હોય છે. સલમાન ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, અર્જુ કપૂર, સારા અલી ખાન, અભિષેક બચ્ચન, રણવીર સિંહ તેમજ અન્યો પોતાની વહાલી બેન પાસે રાખડી બંધાવીને સોશયલ મીડિયા પર તેની તસવીર પણ મુકતા હોય છે.
    જોકે ઘણા સ્ટાર્સ એવા પણ છે જેઓ પોતાની માનેલી બહેન પાસે રાખઢી બંધાવતા હોય છે. જેમાં સલમાન ખાન- શ્વેકા રોહિરા, ઐશ્વર્યા રાય-સોનૂ સૂદ, આલિયા ભટ્ટ-યશ જૌહર,કેટરિના કૈફ-ર્્જુન કપૂર તેમજ અન્યો છે.
    સલમાન ખાન-શ્વેતા રોહિરા
    સલમાન ખાન પોતાની સગીબહેનો અર્પિતા અને અલવિરા ઉપરાંત માનેલી બહેન શ્વેતા રોહિરા પાસે પણ રાખડી બંધાવે છે જે પુલકિત સમ્રાટની એક્સ
    વાઇફ છે.
    આલિયા ભટ્ટ-યશ જોહર
    કરણ જોહરના પુત્રો યશ અને રુહી સાથે આલિયા ભટ્ટનો બહેનનો સંબંધ છે. જોકે તે રાખડી યશને બાંધે છે. તે રક્ષા બંધનના દિવસે મીઠાઇ અને રાખડી લઇને કરણ જોહરના ઘરે પહોંચી જાય છે.
    અભિષેક બચ્ચન-શ્વેતા
    અભિષેક બચ્ચનના બહેન શ્વેતા સાથે ઘણા સારા સંબંધ છે. તે જ્યારે કોઇ નિર્ણય લેતા મુંઝાતો હોય ત્યારે બહેન શ્વેતાની સલાહ લે છે. શ્વેતાને અમિતાભ બચ્ચન હેડ ઓફ ધ ફેમિલિ કહીને જ બોલાવે છે.
    સુષ્મિતા સેન-રાજીવ
    સુષ્મિતા સેન અને તેનો ભાઇ રાજીવ રક્ષાબંધનનો તહેવાર બહુ જ આનંદથી ઉજવે છે. સુષ્મિતા મુંબઇમાં અને ભાઇ રાજીવ દિલ્હી રહેતો હોવાથી ઘણી વખત એવુ ંબન્યુ છે કે તે રાખડી બાંધી શકી નથી. તેવામાં તે પોતાના ઘરના મંદિરામાં દુર્ગા માતાને રક્ષા બાંધી છે અને ભાઇ તેના ઘરે આવે ત્યારે તે રાખડી ભાઇના કાંડા પર
    બાંધે છે.
    રણદીપ હુડા-અંજલિ
    રણદીપ હુડા આજે બોલીવૂડમાં જે સ્થાને છે તેનો જશ બહેન અંજલિને આપે છે. બહેનને અભિનયનો શોખ હતો પરંતુ તે તેમાં કારકિર્દી ન બનાવી શકતા તેણે ભાઇને એકટિંગમાં કારકિર્દી બનાવવા ઉત્સાહિત કર્યો હતો જે વાતને રણદીપ હુડાએ આજે પણ યાદ રાખી છે.
    રણવીર સિંહ-રિતિકા
    રણવીર સિંહપોતાની બહેન રિતિકા પાસે રાખડી બંધાવે છે. બન્ને ભાઇ-બહેન નાના હતા ત્યારે રિતિકા ઘરના મંદિર સામે બેસીને રાખડી બાંધીને ભાઇની રક્ષાની પ્રાર્થના કરતી હતી જેનેઅભિનેતા આજે પણ ભૂલ્યો નથી.
    તુષાર કપૂર-એકતા કપૂર
    જીતેન્દ્રના સંતાનો તુષાર અને એકતા રક્ષાબંધનનો તહેવાર આનંદથી ઉજવે છ.ે
    તુષાર પોતે કબૂલ કરે છેકે, તે કારકિર્દીમાં બહેન એકતા જેટલો સફળ થયો નથી. એકતાને તે પોતાની બહેન કરતાં ઘરના પુત્ર સમાન માને છે. તુષારને અભિનયમાં પ્રોત્સાહિત કર્યો છે અને કારકિર્દીમાં આગળ વધારવામાં મદદ કરી છે.
    સારા અલી -ઇબ્રાહિમ ખાન
    સૈફ અલી ખાનના સંતાનો બન્ને ભાઇ-બહેન રક્ષાબંધનનો તહેવાર આનંદથી ઉજવે છે અને તેની તસવીરો સોશયલ મીડિયા પર શેર પણ કરે છે.