ટેરેન્સ લુઈસ : મારાં લગ્ન તો મારા કામ સાથે થયાં છે...

- 'કન્ટેમ્પરરી અને જાઝ સ્ટાઇલમાં તમારું શરીર ચોકક્સ પ્રકારનું દેખાવું જોઈએ. આ એસ્થેટિક્સ જાળવવું એ તો વ્યવસાયનો એક ભાગ છે. ખરાબ દેખાવું કોઈને ગમતું નથી.'
ડાન્સર ટેરેન્સ લુઈસ માટે નૃત્ય ક્યારેય માત્ર એક વ્યવસાય રહ્યો નથી, પણ એ તો તેના જીવનનો નિર્ણાયક સંબંધ રહ્યો છે. અમારી સાથેની વાતચીતમાં કોરિયોગ્રાફર જણાવે છે કે લગ્ન કેમ થયાં નથી. 'સિંગલ રહેવું એ તો મારા જીવન માટે ક્યારેય બલિદાન છે, એવું તો મેં કદી માન્યું જ નથી. મારાં લગ્ન તો મારા કામ સાથે થયાં છે. કંપની અને નૃત્ય સંસ્થાનો વિકાસ કરવામાં મારો એટલો બધો સમય જાય છે કે અન્ય કશા માટે કોઈ સમય જ બચતો નથી. આ બાબત બીજી વ્યક્તિ માટે વાજબી નથી. તમારે તમારો સમય વહેંચવાની જરૂર છે અને મને નથી લાગતું કે હું મારા સંબંધોને સારી રીતે મેનેજ કરું છું. મારી વ્યાવસાયિક અને વ્યક્તિગત જવાબદારી એકસમાન બની ગઈ છે. તેથી મને બીજાની જરૂર જણાતી જ નથી,' એમ તે શેર કરે છે. પાછા ફરતાં મને કોઈ અફસોસ પણ નથી. 'જ્યારે તમે તે હોડી યાદ કરો છો ત્યારે તમને તે હોડી યાદ આવે છે અને તમે તેની સાથે શાંતિ જાળવો છો. પછી તમે તમારી એકલતાથી ખુશ થાવ છો અને તે જગ્યામાં ફરી પ્રવેશવું થોડું અજગતું લાગે છે,' એમ ટેરેન્સ કહે છે. બેશક તેના માટે, નૃત્યુ હંમેશા પૂરતું રહ્યું છે. 'મારો સંબંધ નૃત્ય સાથે જ છે અને તે ખૂબ જ સંતોષકારક રહ્યો છે. ૦થી ૧૦ની લાંબી સ્કેલમાં ડાન્સ અને હું તો ૧૦ પર ૧૦ છીએ. આ ઉપરાંત મારો મારા પરિવાર સાથે પણ સંબંધ એટલો જ સારો નથી. મારો પરિવાર તો એક અદ્ભુત પરિવાર છે, મારા કરતાં તેઓ વધુ એકબીજા સાથે જોડાયેલા છે - સંકળાયેલા છે,' એમ ટેરેન્સ કહે છે. અત્યારે ટેરેન્સ 'ઇન્ડિયા' ઝ બેસ્ટ ડાન્સર' ના જજ તરીકે જોવા મળે છે.
ટેરેન્સ તેના માતાપિતાને તેના જુસ્સાને વહેલા ઓળખવાનું શ્રેય આપે છે. 'અમે ગરીબ પરિવારમાંથી આગળ આવ્યા હોવા છતાં મારા માતાપિતા સમજી ગયા હતા કે આ છોકરો નૃત્ય સિવાય બીજું કંઈ વિચારતો જ નથી. તેમણે મને રહેવા દીધો. મને ખુશી છે કે તેમને મને કોઈ પણ બાબતમાં દબાણ કર્યું નહીં.'
આજે ૫૧ વર્ષની વયે પણ ટેરેન્સ નિયમિતપણે પરફોર્મ કરવાનું ચાલુ રાખે છે. ઘણીવાર તો તેની વયથી અડધી ઉંમરના નર્તકો સાથે સ્ટેજ શેર કરે છે. આ સંદર્ભે ટેરેન્સ કહે છે કે 'ફિટ રહેવું એ કોઈ વાતચીત કે વાટાઘાટ નથી. લોકો મને પરફોર્મ કરતો જોવા આવે છે. જ્યારે તમે ૨૦ વર્ષની ઉંમરના સુપર-ફીટ નર્તકો સાથે ડાન્સ કરો છો ત્યારે તમારે તે સ્તર સાથે મેચ થવું પડે છે. કન્ટેમ્પરરી સ્ટાઇલ અને જાઝમાં તમારું શરીર ચોકક્સ પ્રકારનું દેખાવું જોઈએ. આ એસ્થેટિક્સ જાળવવું એ તો વ્યવસાયનો એક ભાગ છે. કોઈ પણ વ્યક્ત ખરાબ દેખાવા માગતું નથી. હું પણ અપડેટ રહેવા અને મારી કળા પ્રત્યે વફાદાર રહેવા માટે સઘન તાલીમ લઉં છું.'
ટેરેન્સને સૌથી મોટી પ્રેરણા તો તેના પોતાના શિક્ષકો પાસેથી મળે છે. 'મારા એક ગુરુ ૭૦ વર્ષના છે. અને હજુ પણ ૩૦ વર્ષના યુવકની જેમ નૃત્ય કરે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે વય તો માત્ર આંક છે. તે બધુ તાલીમ અને શિસ્ત વિશે છે. જ્યારે મન અને શરીર એક થાય ત્યારે તમારી મર્યાદાને ઓળંગીને આગળ થયો છું.'









