સિડની સ્વીની હવે લક્ષ્ય છે મોટાં બજેટની ફ્રેન્ચાઇઝી ફિલ્મો

સીડસડની સ્વીનીએ પોતાની ઝડપથી વિકસતી હોલિવુડ કારકિર્દીમાં વધુ એક વ્યૂહાત્મક પગલું ભર્યું છે. વર્ષ ૨૦૨૬નો મોટો હિસ્સો એજન્ટ વિના વિતાવ્યા પછી, આ અભિનેત્રીએ ક્રિએટિવ આટસ્ટ્સ એજન્સી (સીએએ) સાથે કરાર કર્યા છે. અગાઉ પેરેડિગમ ટેલન્ટ એજન્સીમાં તેની લાંબા સમયની એજન્ટ જેનિફર મિલરે તેને 'યુફોરિયા' અને 'ધી વ્હાઈટ લોટસ' જેવા શો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનાથી તેને એમી નોમિનેશન્સ અને વૈશ્વિક ઓળખ મળી. લાયન્સગેટની થ્રિલર ફિલ્મ 'ધી હાઉસમેડ'ની ૪૦૦ મિલિયન ડોલરની જબરદસ્ત કમાણી પછી આ નિર્ણય ખાસ મહત્ત્વનો બની રહ્યો છે. આ કમશયલ સફળતાએ સાબિત કર્યું છે કે સ્વીની માત્ર ટીવી સિરીઝ પૂરતી સીમિત ન રહેતાં બોક્સ ઓફિસ પર પણ દર્શકોને ખેંચવાની ક્ષમતા ધરાવે છે.
હવે તેનું ધ્યાન મોટા બજેટની ફ્રેન્ચાઈઝી પર કેન્દ્રિત છે. તાજેતરમાં જ તેણે લેજેન્ડરીની સાયન્સ ફિક્શન ફિલ્મ 'ગુંદમ'નું શૂટિંગ પૂરું કર્યું છે (ફિલ્મનો સ્પેલિંગ તો આવો જ છે!) આ ઉપરાંત, તે સપ્ટેમ્બરના અંત સુધીમાં 'ધી હાઉસમેડ સીક્રેટ'નું કામ શરૂ કરશે, જેને લાયન્સગેટે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૭ના રોજ રિલીઝ કરવાનું નિર્ધારિત કર્યું છે.
અભિનય ઉપરાંત સ્વીની પોતાની પ્રોડક્શન કંપની 'હની ટ્રેપ' દ્વારા નિર્માણ ક્ષેત્રે પણ સક્રિય છે. તેણે સોની પિક્ચર્સ સાથે ફર્સ્ટ-લૂક ડીલ કરી છે અને અગાઉ 'એનીવન બટ યુ', 'ધી હાઉસમેડ' તેમજ 'કસ્ટમ ઓફ ધી કન્ટ્રી' જેવા પ્રોજેક્ટ્સ પ્રોડયુસ કરી ચૂકી છે. સીએએ સાથે જોડાઈને સ્વીની અભિનયથી આગળ વધીને પોતાનું લાંબા ગાળાનું મનોરંજન સામ્રાજ્ય ઊભું કરવાની દિશામાં આગળ વધી રહી છે.
સ્વીની અગાઉ 'એનીવન બટ યુ', 'ધી હાઉસમેડ' અને 'કસ્ટમ ઓફ ધી કન્ટ્રી' જેવા પ્રોજેક્ટ્સમાં પ્રોડયુસર અથવા કાર્યકારી પ્રોડયુસર તરીકે કામ કરી ચુકી છે. સીએએ સાથે જોડાયા પછી એવું લાગી રહ્યું છે કે સ્વીની અભિનયની કારકિર્દી બનાવવા ઉપરાંત એક લાંબો સમય ચાલે તેવું એન્ટરટેન્મેન્ટ સામ્રાજ્ય પણ ઊભુ કરી રહી છે.




