Social સર્કલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાઉ ટ્રેન્ડિંગઃ દેશપ્રેમ
પંદરમી ઓગસ્ટ આવી નથી ને આપણા ફિલ્મી સિતારાઓને નવો ફોટો પડાવવાનો 'વિષય' મળ્યો નથી. જુઓને, આખું બોલિવુડ બ્રિગેડ તિરંગો ઝંડો હાથમાં લઈને કેવું ફોટો સેશન કરાવવા મચી પડયું હતું. આખું ઇન્સ્ટાગ્રામ તિરંગાધારી તસવીરોથી રીતસર છલક છલક થઈ ગયું હતું. અલબત્ત, હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ અદબથી પકડીને ફોટો પડાવવામાં અને ફોટો શેર કરવામાં કોઈ વાંધો નથી. ફક્ત બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો, રાષ્ટ્રપ્રેમ એ કોઈ સોશિયલ મિડીયા ટ્રેન્ડ નથી, અને બીજું, આ તસવીરમાંથી દેશપ્રેમ છલકવો જોઈએ, 'જુઓ જુઓ, મેં કેવી મસ્ત બોડી બનાવી છે' એવો ભાવ નહીં. રાઇટ, મનીષ પૉલ?
એ હાલો…. ગુજરાતી થાળી ઝાપટવા
આજકાલ સોશિયલ મિડીયા ઔર એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. ખૂબ બધા સેલિબ્રિટીઝને, સામાન્યપણે ફિલ્મી સેલિબ્રિટીઓને, એક ફ્રેમમાં એકઠા કરી દેવાનો. જેમ કે, આ તસવીરમાં સમગ્ર ફિલ્મી જનતા સાગમટે ગુજરાતી થાળી ઝાપટી રહી છે. કહેવાની જરૂર નથી કે આ રિયલ નહીં, પણ એઆઇ-જનરેટેડ ફોટો છે. ભલે એઆઈ તો એઆઈ, પણ ફોટો મજેદાર છે એ તો નક્કી.
ઉદય પાજીની આજકાલ
પેલા ઉદયબિર સંધુપાજી શું કરે છે? ઉદયપાજી યાદ છેને? 'ધૂરંધર-ટુ'માં જે રણવીર સિંહનો ફ્રેન્ડ બને છે, એ. ઇન્ટરવલ પોઇન્ટને જોરદાર તીવ્ર બનાવી મૂકતો એમનો પેલો ફેમસ ડાયલોગ એટલે - 'ઘર કી યાદ નહીં આઈ તુઝે, જસ્સી?' શું કરે છે આ હેન્ડસમ એક્ટર આજકાલ? ઈન્સ્ટાગ્રામ પર જાતજાતના ફોટા શેર કરવા સિવાય? એના વિશે ફક્ત એટલી જ માહિતી ઉપલબ્ધ છે કે હવે પછી એ 'આદર્શ કુટુંબઃ હાઉસ નં. ૪૭ - એ.ક. ૪૭' નામની ફિલ્મમાં દેખાશે. તકલીફ એ છે કે આ તેલુગુ ફિલ્મ છે, બોલિવુડ મૂવી નહીં. ઉદયપાજી, જલદી જલદી કોઈ સારી હિન્દી ફિલ્મમાં અથવા તો અફલાતૂન ઓટીટી શોમાં દર્શન દેજો, નહીં તો પછી તમને ભૂલી ચુકેલા ઓડિયન્સને તમારે યાદ અપાવવું પડશે કે, 'પિંડા યાદ નહીં હૈ આપકો, જનતા જનાર્દન?'




