Chitralok

શાનાઝ પદમશી: એક્ટર કેમ ગીતો ગાઈ ન શકે?

By GS Team
17 Sep 20262 mins read
શાનાઝ પદમશી: એક્ટર કેમ ગીતો ગાઈ ન શકે?
  • 'શુધ્ધ પ્રતિભા જ કામ આવે છે. નવી પેઢીના સંગીતકારો ફક્ત 'કૌન કહાં સે હૈ'ની પરવા કરતા નથી. વાહ, તું અલેક પદમસીની પુત્રી છો, બસ ઉતને તક હી ચલતા હૈ. બીજા બધાની જેમ જ મારે ઓડિશન્સમાંથી પસાર થવું પડે છે…'

અભિનેત્રી શાનાઝ પદમશી કે જે 'દિલ તો બચ્ચા હૈ જી' (૨૦૧૧) અને 'હાઉસફૂલ-૨'થી જાણીતી બની હતી, તે હવે 'શતાં કલિયા…' નામના પોતાના પહેલાં ઓરિજિનલ સિંગર થકી સંગીત જગતમાં પગ મુકી રહી છે. એ કહે છે, 'એક નવો અધ્યાય શરૂ થયો છે, હું હવે ગાયક અને અભિનેત્રી બંને છું. હું અભિનેત્રી બની તે પણ ગીતો ગાતી હતી. હું ગીતો બનાવતી અને કંપોઝ કરતી હતી. લોગો કો જો બોલના હૈ બોલને દો. આપણે અહીં આપણું પોતાનું જીવન જીવવા માટે છીએ. ફિલ્મ મેં કામ નહીં હૈ યે મેટર નહીં કરતા. હું તો મારા સંગીતથી ખુશ છું અને તેને હું મારું સર્વસ્વ આપી રહી છું. કોઈ એક્ટર ગાવાનો પ્રયત્ન કેમ ન કરી શકે અથવા તેનાથી ઉલટું? શા માટે ન્યાય કરવો?
સદ્ગત થિયેટર અભિનેતા અને એડ-ફિલ્મમેકર અલેક પદમશી અને પોપ-સિંગર શેરોમ પ્રભાકરની દીકરી પોતાના મોટા પરિવારની વગ સંગીતમાં સફળતા અપાવી શકે- એવા પ્રશ્નના ઉત્તરમાં શાનાઝ કહે છે, 'મારે તો શરૂઆતથી જ પ્રારંભ કરવો પડયો. આજે શુધ્ધ પ્રતિભા જ કામ કરે છે. નવી પેઢીના સંગીતકારો ફક્ત 'કૌન કહા સે હૈ'ની પરવા કરતા નથી. મોટી પુષ્ઠભૂમિમાંથી આવવું એ મીડિયા-ઈન્ટરવ્યૂથી વધુ મદદ કરતા નથી… વાહ તુ અલેકની પુત્રી છે, બસ ઉતને તક હી ચલતા હૈ, બાકી મારે બીજા બધાની જેમ જ ઓડિશન્સમાંથી પસાર થવું પડે છે, એમ શાનાઝે જણાવ્યું હતું.'