Chitralok

રેવા કૌરાસેઃ નાહકનાં ઉત્તેજક દ્રશ્યો શા માટે?

By GS Team
25 Jun 20262 mins read
TukuTouch Logo
'દિવાનિયત' અને 'પ્યાર કા પહલા અધ્યાય' જેવી સિરિયલોમાં કામ કરનાર અભિનેત્રી રેવા કૌરા હવે OTTમાં કામ કરવા ઉત્સુક છે. રેવા માને છે કે OTTએ મનોરંજન જગતના સમીકરણો બદલ્યા છે. અહીં નવી વાર્તાઓ અને શક્તિશાળી પાત્રોને તક મળે છે. જોકે, બોલ્ડ કન્ટેન્ટ અંગે તે કહે છે કે, જો તે વાર્તા માટે જરૂરી અને અર્થપૂર્ણ હોય, માત્ર ઉત્તેજના માટે નહીં, તો તેને વાંધો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રેવા કૌરાસેઃ નાહકનાં ઉત્તેજક દ્રશ્યો શા માટે?
  • 'હું ચોક્કસપણે માનું છું કે આજના દર્શકો અર્થપૂર્ણ કહાણી તેમ જ બિનજરૂરી ઉત્તેજના પેદા કરનારાં દ્રશ્યો વચ્ચેનો ભેદ આસાનીથી પારખી શકે એટલા સ્માર્ટ છે…'
    'દિવાનિયત' અને 'પ્યાર કા પહલા અધ્યાય : શિવ શક્તિ'માં કરવા ઉપરાંત મરાઠી 'બિગ બોસ-૬'માં વાઈલ્ડ કાર્ડથી પ્રવેશનાર અભિનેત્રી રેવા કૌરાએ હવે ઓટીટીમાં કામ કરવા માગે છે.
    રેવા કહે છે કે ઓટીટીએ મનોરંજન જગતના સમીકરણો બદલી નાખ્યાં છે. આ મંચ પર નવી નવી કહાણીઓ માટે વિશાળ ફલક મોજૂદ છે. જે કહાણીઓ અત્યાર સુધી નથી કહેવાઈ તે ઓટીટી પર આવકાર પામી રહી છે, તેવી જ રીતે તેના શક્તિશાળી પાત્રો નોખી મિસાલ કાયમ કરી રહ્યાં છે. અહીં માત્ર પરફેક્ટ હીરોની વાતો નથી હોતી. સ્વાભાવિક રીતે જ જે તે કલાકારને કાંઈક નવું કરી બતાવવાનો મોકો મળે છે. મારા મતે હવે એવા કલાકારો જ વધુ પસંદ કરવામાં આવશે જે હટકે કામ કરવા તૈયાર હોય.
    જો કે ઓટીટી પર અશ્લીલ કહી શકાય એટલી હદ સુધીના બોલ્ડ કન્ટેન્ટ રજૂ કરવામાં આવે છે એ વાત ઘણાં લોકોને ખટકે છે. પરંતુ અદાકારા કહે છે કે બોલ્ડનેસ જે તે સ્ટોરીને ટકાવી રાખવામાં સહાયક બને છે. અલબત્ત, તે કહાણી માટે જરૂરી હોવી જોઈએ, માત્ર ઉત્તેજના પેદા કરવા ખાતર નહીં. જો બોલ્ડ દ્રશ્ય વિષયવસ્તુ માટે જરૂરી હોય, અર્થપૂર્ણ હોય તો મને તે કરવામાં વાંધો નથી. શરત માત્ર એટલી કે તેનું ફિલ્માંકન યોગ્ય રીતે થવું જોઈએ. તે અરૂચિકારક ન હોવું જોઈએ. અદાકારા વધુમાં કહે છે કે આજનો દર્શકો અર્થપૂર્ણ કહાણી તેમ જ બિનજરૂરી ઉત્તેજના પેદા કરનારા દ્રશ્યો વચ્ચેનો ભેદ આસાનીથી પારખી શકે એટલો સ્માર્ટ છે. હું પણ એટલું જ ઇચ્છું છું લોકો મારા ભાગે આવેલા દ્રશ્યો પાછળની ભાવનાઓ સમજે, માત્ર તેમાં આવતી ઉત્તેજનાને યાદ ન રાખે.