Chitralok
રવિના ટંડન : કોમેડીમાં અવ્વલ હોવા છતાં ધારદાર ભૂમિકા આપવામાં ખચકાટ!
By GS Team
16 Jul 20263 mins read
અભિનેત્રી રવિના ટંડને 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં કોમેડીમાં મહિલા પાત્રોને મળતી ભૂમિકા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, દિશા પટણી, લારા દત્તા અને પોતે અક્ષયકુમાર સાથેની આ ફિલ્મમાં સ્ત્રી પાત્રોને સ્લેપસ્ટિક કોમેડીમાં સક્રિય ભાગ બનવાની તક મળી છે. રવિનાએ 'ચાલબાઝ' અને 'અંદાજ અપના અપના' જેવી ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજની અભિનેત્રીઓ શારીરિક હાસ્યમાં ઉત્કૃષ્ટ હોવા છતાં, લેખકો તેમને સીધી રમૂજી ભૂમિકાઓ આપતાં અચકાય છે.
00:00
00:28
Summarized by AI; it may make mistakes. Check important info
અભિનેત્રી રવિના ટંડને 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં કોમેડીમાં મહિલા પાત્રોને મળતી ભૂમિકા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, દિશા પટણી, લારા દત્તા અને પોતે અક્ષયકુમાર સાથેની આ ફિલ્મમાં સ્ત્રી પાત્રોને સ્લેપસ્ટિક કોમેડીમાં સક્રિય ભાગ બનવાની તક મળી છે. રવિનાએ 'ચાલબાઝ' અને 'અંદાજ અપના અપના' જેવી ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજની અભિનેત્રીઓ શારીરિક હાસ્યમાં ઉત્કૃષ્ટ હોવા છતાં, લેખકો તેમને સીધી રમૂજી ભૂમિકાઓ આપતાં અચકાય છે.
00:00
00:28
Summarized by AI; it may make mistakes. Check important info

- 'આજની અભિનેત્રીઓ શારીરિક છટામાં આકર્ષક અને હાસ્યમાં ઉત્કૃષ્ટ છે, તેમ છતાં લેખકો-ડિરેક્ટરો તેમને સ્લેપસ્ટિક અને નોનસેન્સ કોમેડી રોલ્સ આપતાં અચકાય છે.'
- અક્ષયકુમાર અને રવિના ટંડનની જોડીએ ઘણી હીટ ફિલ્મો આપી છે, જેમાં 'મોહરા' જેવી ફિલ્મ તો અવ્વલ આવે છે. તાજેતરમાં જ રિલિઝ થયેલી કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં અક્ષયકુમાર સાથે દિશા પટણી, લારા દત્તા અને રવિના ટંડન ઉપરાંત સુનીલ શેટ્ટી અને અન્ય કલાકારો પણ છે. આ ફિલ્મમાં લોકપ્રિય જોડીએ જબરી જમાવટ કરી છે.
'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં શી બાબત અત્યંત મહત્ત્વની છે એ વાત સાથે સહમત થતાં રવિના ટંડન કહે છે, 'આ ફિલ્મમાં ઓછામાં ઓછી બે વાત છે, જે તમારે સમજવી રહી. દિગ્દર્શક અહેમદ ખાનની આ કોમેડીમાં તેની એબ્સર્ડિટીને કોઈ પણ રીતે સ્વીકારવામાં નથી આવી. તેઓ તેમની અભિનેત્રીઓને પણ સ્લેપસ્ટિક કોમેડીમાં સક્રિય ભાગ બનવાની પૂરતી તક આપે છે.'
'આપણે એ યુગથી વિકસિત થયા છીએ જ્યારે કોમેડીમાં અભિનેત્રીને માત્ર સુંદર દેખાવાનો અને અભિનેતાની હરકતો જોઈને (હાવભાવ-ચેનચાળા) આશ્ચર્યચકિત થવાનો હતો.' સાથે રવિના ટંડન સ્મિત કરતાં કહે છે, 'વેલકમ ટુ ધ જંગલ' જેમાં દિશા પટણી ઉપરાંત લારા દત્તા અને હું અક્ષયકુમાર સુનીલ શેટ્ટી અને અન્ય કલાકારો છે, તેઓ નિર્ધારિત હરોળ કે પરંપરાને અનુસરતા નથી. આમાં સૌથી મોટો ફેરફાર આવ્યો છે અને તે છે, એજન્સી. સ્ત્રી-પાત્રો અથવા અભિનેત્રીઓ હવે માત્ર વાર્તા પર પ્રતિક્રિયા આપતા નથી. તેમની પસંદગીઓ અને ભૂલો વાર્તાને આગળ ધપાવે છે.
નાના ફેરફારોની પ્રશંસા કરવામાં આવે છે તેમ છતાં કહી રવિનાએ ઉમેર્યું હતું, હજુ પણ ઘણો લાંબો માર્ગ કાપવાનો બાકી છે. આજની અભિનેત્રીઓ સ્વ-અવમૂલ્યન અને શારીરિક હાવભાવ-હાસ્યમાં ઉત્કૃષ્ટ છે છતાં લેખકો તેમને સીધી રમૂજી ભૂમિકાઓ આપવામાં, સ્લેપસ્ટિક અને અસંગત કોમેડી આપવાથી અચકાય છે. કોમેડી કરતાં અભિનેતા પ્રત્યે પ્રતિક્રિયા આપતા તેમાં તર્કને વધુ મહત્ત્વ આપે છે અને તેને ધ્યાનમાં રાખીને આપણને હજુ પણ કાસ્ટ કરવામાં આવે છે. 'ચાલબાઝ' (૧૯૮૯), 'અંદાજ અપના અપના' (૧૯૯૪) જેવી ફિલ્મો સિનેમાના ઈતિહાસમાં કોતરાઈ ગઈ છે કારણ કે અભિનેત્રીઓને તેમાં ઝબરદસ્ત રમૂજ આપવામાં આવી છે. જો કે મુખ્ય પ્રવાહની કોમેડીને સમર્થન આપવામાં હજુ પણ ખચકાટ છે,' એમ રવિનાએ જણાવ્યું હતું.
રવિના ટંડનની ત્રણ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં ઘણી લોકપ્રિય કોમેડી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. 'અંદાજ અપના અપના'થી માંડીને 'દુલ્હેરાજા' (૧૯૯૮) અને 'બડે મિયાં છોટે મિયાં' (૧૯૯૮)નો તેમાં સમાવેશ થાય છે. આ વખતે રવિનાએ ફિલ્મમાં આવતી કેટલીક અસામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી. કેટલાંક વિવેચકો અને ફિલ્મ-પત્રકારો પૂછે છે કે 'આમાં તર્ક ક્યાં છે?', પરંતુ હાસ્ય-રમૂજ ઘણીવાર તો વાહિયાતતાના આંચકા વિશે રહ્યું છે. મેલ બુ્રક્સ, સ્ટીવ માર્ટિન, એડી મર્ફી અથવા જીમ કેરીના કામને- અભિનયને જુઓ. જો કોઈ એવી ફિલ્મમાં તર્ક શોધી રહ્યું છે જે છટકી જવા માટે બનાવાયેલ છે તો તેઓ શૈલીનો હેતુ ચૂકી રહ્યા છે,' એમ રવિના ટંડને કહ્યું હતું.









